ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ રહી છે. જૂનિયર બોયસ ના નોક આઉટ ની 2 મેચો રમાડવામાં આવી હતી તેના તેમાં એઆરએ એફસી એ ચાંદખેડા એફસી પર 5-0 થી વિજય મેળવ્યો હતો. એઆરએ એફસીના માનવીરસિંહ મેન ઓફ ધી મેચ બન્યા હતા. દ્વિવેદી બ્રધર્સ એસસી એ પ્રોગ્રેસિવ એફસી પર 10-2 થી વિજય મેળવ્યો હતો, દ્વિવેદી બ્રધર્સ ના ધીરજ યદુલ્લા મેન ઓફ ધી મેચ બન્યા હતા.
સિનિયર વુમન્સની મેચમાં એસએજી એફએ એ રોયલ લાયન પર 6-0 થી વિજય મેળવ્યો હતો. એસએજી એફએની ભરતી બારોટ મેન ઓફ ધી મેચ બની હતી. એસએજી એફએ (રિઝર્વ) એ નવરચના એસએ પર 8-1 થી વિજય હાંસલ કર્યો હતો. એસએજી એફએ (રિઝર્વ)ની રક્ષા સોલંકી મેન ઓફ ધી મેચ બની હતી. સમિક્ષા એફસી એ બરોડા એફએ પર 3-0 થી વિજય હાંસલ કર્યો હતો. સમિક્ષા એફસીની નેહા મુક્તિ મેન ઓફ ધી મેચ બની હતી. એઆરએ એફસી એ ડીઓડીજીઇઆરએસ એફસી પર 5-0 થી વિજય હાંસલલ કર્યો હતો. એઆરએ એફસી ની દ્રસ્ટી પંથ મેન ઓફ ધી મેચ બની હતી.
