ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ દીવ, ઘોઘલા માં પર બીચ સોકરમાં ફર્સ્ટ સેમી ફાઇનલ ગુજરાતનો મુકાબલો મધ્ય પ્રદેશ સાથે થયો હતો. ગુજરાત તરફથી શેખ નાઝ દ્વારા 5, ભૂમિશા દ્રવિડ દ્વારા 2, મિસબાબાનું સિંધી અને સોમ્યા ગોહિલ દ્વારા 1-1 ગોલ કરવામાં આવ્યા હતા. મધ્ય પ્રેદેશની ઉમા ઉયકી દ્વારા 2, સયુક્તા અને રિંકી ઠાકુર દ્વારા 1-1 ગોલ કરવામાં આવ્યા હતા. ફાઇનલ સ્કોર ગુજરાતના 9 ગોલ અને મધ્ય પ્રેદેશના 4 ગોલ થયા અને ગુજરાતનો 5 ગોલ ના માર્જિનથી શાનદાર વિજય થયો હતો.
