હમાસના આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો, રોકેટ-ગ્રેનેડ જપ્ત કરાયા

Spread the love

આ એવા કેટલાક હથિયારો છે જેનો ઉપયોગ 1,400થી વધુ ઇઝરાયેલી નાગરિકોની હત્યા કરવા માટે કરવામાં આવ્યો હતો

જેરૂસલેમ

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં એક મહિના કરતા પણ વધારે દિવસથી ઘમસાણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ યુદ્ધમાં ગાઝાના ઘણા વિસ્તારો ખંડેર બન્યા છે અને મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો છે. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધને લીધે ગાઝા પટ્ટીમાં લગભગ 15 લાખ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે ત્યારે હવે યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ એક્સ (અગાઉનું ટ્વીટર) પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે 1,493 હેન્ડ ગ્રેનેડ અને વિસ્ફોટકો, 760 આરપીજી, 427 વિસ્ફોટક બેલ્ટ, 375 અગ્નિ હથિયારો, 106 રોકેટ અને મિસાઈલ મળી આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આ એવા કેટલાક હથિયારો છે જેનો ઉપયોગ 1,400થી વધુ ઇઝરાયેલી નાગરિકોની હત્યા કરવા માટે કરવામાં આવ્યો હતો. આ હથિયારોનો ઉપયોગ નિર્દોષોને મારવા માટે કરવામાં આવ્યો છે.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈઝરાયેલને ચેતવણી આપી છે. અમેરિકાએ ઈઝરાયેલને ગાઝા પર ફરીથી કબજો કરવા સામે ચેતવણી આપતા કહ્યું કે આવું કરવું ઈઝરાયેલ માટે સારું નહીં હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *