ખેલાડીઓ, એડમીન સ્ટાફ તેમજ ગ્રામજનો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી

વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા બીબીપુર રમત સંકુલ ખાતે ખેલાડીઓ, એડમીન સ્ટાફ અને ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ અભિયાનમાં ખેલાડીઓ, એડમીન સ્ટાફ તેમજ ગ્રામજનો ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વધુમાં, ગ્રામજનોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે હાજર સૌ લોકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.