ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા એફએનો બરોડા વંડર્સ એસએ પર 4-3 થી વિજય

Spread the love

ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે જૂનિયર બોયસ ના ક્વાર્ટર ફાઇનલની  2 મેચો રમાડવામાં આવી હતી જેમાં બરોડા એફએ એ બરોડા વંડર્સ એસએ પર 4-3 થી વિજય મેળવ્યો હતો જ્યારે વડોદરા એફએના હમજા મલિક  મેન ઓફ ધી મેચ થયો હતો. કિંગ સ્ટાર એસએ  એ એસએજી એફએ પર 5-2 થી વિજય મેળવેલ, કિંગ સ્ટાર એસએ ના માનવ વાઘેલા મેન ઓફ ધી મેચ થયો હતો.  

 આજ ના સિનિયર વુમન્સના મેચ  સમિક્ષા એફસી  એ સૂર્યવંશી એફસી  પર  25-0 થી એકતરફી વિજય હાસિલ કર્યો હતો. સમિક્ષા એફસીની સંજુ કનવર  મેન ઓફ ધી મેચ થયો હતો. બરોડા એફએ એ એસએજી એફએ   પર 4-1 થી વિજય હાંસલ કર્યો હતો.  બરોડા એફએ ની શિખા મલિક મેન ઓફ ધી મેચ થયો હતો. ડીઓડીજીઇઆરએસ  એફસી એ કહાની  એફસી  પર  11-2 થી એકતરફી વિજય હાંસલ કર્યો હતો. ડીઓડીજીઇઆરએસ  એફસી ની ઉર્મિલા ઠાકોર  મેન ઓફ ધી મેચ થયો હતો. એઆરએ એફસી એ એસએજી એફએ (રિજર્વ) પર  4-0 થી વિજય હાસિલ કરેલ. એઆરએ એફસી ની મધુબાલા આલ્વે મેન ઓફ ધી મેચ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *