ઇન્ડસ્ટ્રિયલ તથા માઇનિંગ કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સની એક અગ્રણી ઉત્પાદક કંપની દીપક ફર્ટિલાઈઝર્સ અને પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડએ 31મી માર્ચ, 2025ના અંતે પૂરા થતા ચોથા ત્રિમાસિકગાળાની તથા સમગ્ર વર્ષના પરિણામ જાહેર કરે છે.
Consolidated Financial Highlights
Full Year Operating Performance Trend (Rs. Cr)
Q4Operating Performance Trend (Rs. Cr)
Q4 FY25
Q4 FY24
Y-o-Y Change
Q3 FY 25
Q-o-Q Change
FY25
FY24
Y-o-Y Change
Operating Revenue
2,667
2,086
28%
2,579
3%
10,274
8,676
18%
Operating EBITDA
480
438
10%
486
-1%
1,925
1,287
50%
EBIDTA Margins (%)
18%
21%
-299 Bps
19%
-85 Bps
19%
15%
390 Bps
Net Profit
278
230
21%
253
10%
945
468
102%
PAT Margin (%)
10%
11%
-43 Bps
10%
46 Bps
9%
5%
381 Bps
નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિકગાળા અને સમગ્ર વર્ષના પરિણામની મુખ્ય હાઈલાઈટ્સ:એકત્રિત આવક:કંપનીએ સતત વૃદ્ધિ નોંધાવી છે, ત્રિમાસિકગાળામાં આવકમાં નોંધપાત્ર 28 ટકાનો વધારો હાંસિલ કર્યો છે, જે રૂ.2,667 કરોડ સુધી પહોંચ્યો છે. વાર્ષિક આવકમાં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઇબીઆઇટીડીએ: ચોથા ત્રિમાસિકગાળા માટેની ઇબીઆઇટીડીએ 10 ટકા વધીને રૂ.480 કરોડે પહોંચી છે. પૂરા વર્ષની ઇબીઆઇટીડીએમાં 50 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે રૂ.1,925 કરોડે પહોંચી છે. ચોખ્ખો નફો: ચોથા ત્રિમાસિકગાળામાં ચોખ્ખા નફામાં 21 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સમગ્ર વર્ષનો કરવેરા બાદનો નફો બે ગણો થઈને રૂ.945 કરોડ થયો છે. નીતિ કોમોડિટીમાંથી બદલાઈને સ્પેશિયાલિટી પર લીધી છે- નાણાકીય વર્ષ 2024માં 17 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2025માં22 ટકા થવા સાથે વિશેષ ઉત્પાદનોમાંથી આવકનો હિસ્સો નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. વૃદ્ધિનો કેપેક્સ: વ્યૂહાત્મક રોકાણો ટ્રેક પર છે- ગોપાલપુરમાં ટીએએન પ્રોજેક્ટમાં એકંદર પ્રગતિ 75 ટકાની છે અને દહેજમાં નાઇટ્રિક એસિડ પ્રોજેક્ટ માટે તે જ પ્રગતિ 48 ટકા છે. સીએનબી બિઝનેસીસ સતત આઉટ-પફોર્મ કરી રહ્યા છે- અમારા નવીનતમ પાક કેન્દ્રિત પોષકના વિકલ્પો વધુ અપનાવવાને લીધે ચોથા ત્રિમાસિકગાળામાં બલ્ક ફર્ટિલાઈઝર્સ દ્વારા ઉત્પાદિત વેચાણ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 68 ટકાનો વધારો થયો હતો. નાણાકીય વર્ષ 2025 દરમિયાન ટીમે પ્રથમ વખત બલ્ક ખાતર વેચાણ તથા લિક્વિડેશનમાં 1 મિલિયન મેટ્રિક ટનનો આંકડો પાર કરીને એક મહત્વપૂર્ણ સિમાચિન્હ હાંસિલ કર્યું છે, જે ટીમનું કેન્દ્રિત તથા વ્યૂહાત્મક ઉત્પાદનોના સ્કેલનું અસરકારક અમલીકરણને દર્શાવે છે. ટીએએન બિઝનેસ- અમારા સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ છે, એલડીએએન, જેમાં નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિકગાળામાં વેચાણ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન તેમાં આગલા વર્ષની તુલનામાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. આઇપીએ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટીનો અમલ: નાણાકીય વર્ષ 2025માં 5 વર્ષના સમયગાળા માટે લાગુ કરવામાં આવેલ આઇપીએના અમલીકરણ પર પ્રતિ મેટ્રિક ટન એન્ટી ડમ્પિંગ ડ્યુટી 217 ડોલર છે. ચોખ્ખુ દેવું- નાણાકીય વર્ષ 2025માં કેપેક્સ ખર્ચ રૂ.655 કરોડ હોવા છતા પણ, ચોખ્ખા દેવા રૂ.3,426 કરોડથી ઘટીને રૂ.3,305 કરોડ થયું છે. ઇબીઆઇડીટીએ પર ચોખ્ખુ દેવું વાર્ષિક ધોરણે 2.66 ગણાથી ઘટીને 1.72 ગણું થયું છે.
ચેરમેનનો સંદેશકંપનીના પફોર્મન્સને પ્રતિબિંબિત કરતા, એસ.સી. મેહતા, ડીએફપીસીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કહે છે:
આ વર્ષએ પડકારજનક તેમ છતા પણ પરિવર્તનકારી રહ્યું છે, જેમાં તમામ ઉત્પાદન વિભાગમાં વૃદ્ધિને વેગ આપનારા વ્યૂહાત્મક પગલાનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2024-25 માટેનું અમારું નાણાકીય પ્રદર્શન સ્થિતિસ્થાપક્તા, નવીનતા અને ભવિષ્યની સફળતા માટેના મજબૂત પાયા પર પ્રકાશ પાડે છે. મુખ્ય નીતિગત બાબતો:કોમોડિટીથી સ્પેશિયાલિટીમાં પરિવર્તન કોમોડિટી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે હવે, સ્પેશિયાલિટી અને સોલ્યુશન્સ-આધારિત કંપની તરફ અમારું પરિવર્તન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ હવે અમારી કુલ ઓપરેટિંગ આવકમાં 22% હિસ્સો ધરાવે છે, જે નાણાકીય વર્ષ 24માં 17% હતો, જેમાં વાર્ષિક 51%ની વૃદ્ધિ જોવા મળી છે. પાક-આધારિત ખાતરો અમારા પોર્ટફોલિયોનો 30%નો હિસ્સો ધરાવે છે, જે ગ્રાહક-પ્રથમના ઉકેલો પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને રજૂ કરે છે. આગામી લીપ માટે વ્યૂહાત્મક મૂડી પ્રોજેક્ટ્સ નાણાકીય વર્ષ 2025-26 પણ એક મહત્વપૂર્ણ વર્ષ બનવા માટે તૈયાર છે- જે આપણને એક ઓપરેશન્સમાં મોટી છલાંગ માટે તૈયાર કરે છે, જેમાં મુખ્ય છે, ક્ષમતા વિસ્તરણ, નાણાકીય વર્ષ 2026ના બીજા અર્ધવાર્ષિકગાળા સુધીમાં પૂર્ણ થશે. આ વિસ્તરણ આપણને ટેકનિકલ એમોનિયમ નાઇટ્રેટ તથા બિલ્ડીંગ બ્લોક નાઇટ્રિક એસિડમાં વૈશ્વિક અગ્રણી તરીકે આગળ વધારશે. ખાણકામ, માળખાગત સુવિધા, ખાદ્ય સુરક્ષા તથા બાગાયતીની વૃદ્ધિથી ભારતની વૃદ્ધિની વાર્તા તથા અમારા 40થી પણ વધુ વર્ષના અનુભવ પર આગળ વધતા અમે બિઝનેસમાં અમારા મૂલ્યોને અનલૉક કરવાની સારી સ્થિતિમાં છીએ. મજબૂત બેલેન્સશીટ નાણાકીય મજબૂતીની ખાતરી કરવા માટે અમે અમારી સબસિડીઅરી, ડીએમએસએલમાં સીસીડી દ્વારા રૂ.800 કરોડ ઉભા કરીશું, જેનાથી અમારી બેલેન્સશીટ મજબૂત બનશે તથા સમજદાર દેવા ગુણોત્તર જાળવી રાખીને નજીકના ગાળાના ભંડોળની જરૂરિયાતોને પૂર્ણ કરશે. ચપળતા અને વિકાસ માટે સંગઠનાત્મક પુનર્ગઠન આ વર્ષ મુખ્ય વ્યવસાયોને ત્રણ કાનૂની એન્ટિટીમાં રિસ્ટ્રક્ચરિંગ કરવાનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બન્યું, પડકારોની વચ્ચે પણ ધ્યાન કેન્દ્રિત કરવું, ચપળતા અને વૃદ્ધિમાં વધારો થયો છે. દરેક એન્ટિટી માટે અલગ-અલગ વૃદ્ધિ માર્ગો બનાવીને, અમે કાર્યકારી સ્વાયત્તતાને સક્ષમ બનાવતી વખતે વ્યાપક વ્યૂહાત્મક લક્ષ્યો સાથે સંરેખણ સુનિશ્ચિત કરીએ છીએ. ઇનોવેશન તથા આરએન્ડડી તરીકેની વૃદ્ધિના ઉત્પ્રેરક નવીન શોધ એ અમારી વ્યૂહરચનાનું કેન્દ્રબિંદુ છે. અમારો કેન્દ્રિત આરએન્ડડીરોડમેપ દરેક વ્યવસાયને સમર્થન આપે છે –સીએનબીમાં પાક પોષણને આગળ વધારવું અને માઇનિંગ સોલ્યુશન્સમાં ઉત્પાદકતા વધારવી – જે અમારા દ્રષ્ટિકોણ અને ગ્રાહક જરૂરિયાતો સાથે સંપૂર્ણપણે સુસંગત છે. આઉટલૂક: સરેરાશથી ઉપર ચોમાસાની આગાહી સાથે, અમને પાકના વિશિષ્ટ ઉકેલો માટે મજબૂત ખરીફ સિઝનની માંગની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2025થી ખાણકામ રસાયણોનો વિકાસ નાણાકીય વર્ષ 2026 સુધી ચાલુ રહેવાની શક્યતા છે, જે વીજળીની માંગ અને માળખાગત રોકાણોમાં વધારો દર્શાવે છે. સરકારી અને ખાનગી પહેલ દ્વારા સમર્થિત, આરોગ્ય ક્ષેત્રનો વિસ્તરણ થવાનો અંદાજ છે, જે અમારા ફાર્મા / સ્પેશિયાલિટી કેમિકલ્સ પોર્ટફોલિયોને વેગ આપશે. કેમિકલ રિવ્યુ
માઈનિંગ કેમિકલ્સ (ટેકનિકલ એમોનિયમ નાઈટ્રેટ):
નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિકગાળામાં સંપૂર્ણ વેચાણ વોલ્યુમ ત્રિમાસિક ધોરણે 13 ટકા જેટલું વધ્યું છે અને વાર્ષિક ધોરણે આંશિક રીતે 3 ટકા જેટલું ઘટ્યું છે. અમે હાલમાં અમારા હાલના ટીએએન પ્લાન્ટ્સમાં સંપૂર્ણ ક્ષમતાના ઉપયોગથી ઘણા નજીક છીએ અને તેથી વધતી માંગને પહોંચી વળવા માટે ગોપાલપુરની વધારાની ક્ષમતાઓની રાહ જોઈ રહ્યા છીએ.
અમારી પ્રીમિયમ પ્રોડક્ટ, એલડીએએનએ નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિકગાળામાં વેચાણ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 11 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે નોંધનીય 15 ટકાનો વધારો થયો હતો.
બિઝનેસ આઉટલૂક: નાણાકીય વર્ષ 2025માં કોલ માઇનિંગમાં વાર્ષિક ધોરણે 5 ટકાની સારી વૃદ્ધિ જોવા મળી છે, જે વિજળીની મજબૂત માંગને ટેકો આપે છે અને સ્ટીલ તથા સિમેન્ટ ઉત્પાદનમાં 5-7 ટકાની વૃદ્ધિ દર્શાવે છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં માંગમાં વધારાને કારણે છે. નાણાકીય વર્ષ 2026માં પણ આ વલણ ચાલુ રહેવાની અપેક્ષા છે. ખાણકામ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં વિસ્ફોટકોની માંગમાં વધારાથી અમારા ટીએએન ઉત્પાદનોની માંગ પર સકારાત્મક અસર કરશે. ટીએએન વ્યવસાયનો ઉદ્દેશ્ય ભારતની વૃદ્ધિ વાર્તામાં અભિન્ન રહેવાનો છે, જે વિશ્વસનીય પુરવઠો તથા નવીન ઓફર સાથે મુખ્ય ઉદ્યોગને ટેકો આપે છે.
ફાર્મા/સ્પેશિયાલિટી કેમિકલ્સ:
કેટલિસ્ટ સાયકલની લંબાઇને આગળ વધારવા, ઉત્પાદક્તામાં સુધારો કરવા તથા કાચા માલના ચોક્કસ વપરાશને ઘટાડવા માટેની પ્રક્રિયામાં સુધારો કરવા માટે હાર્ડવેરને સમાવિષ્ટ કરવા જે શટડાઉન લેવામાં આવ્યું છે, તેને કારણેચોથા ત્રિમાસિકગાળામાં આઇપીએ વેચાણનું વોલ્યુમ વાર્ષિક ધોરણે 27 ટકા અને ત્રિમાસિકધોરણે 31 ટકા ઘટ્યું છે. આ સુધારાઓ ચોથા ક્વાર્ટરમાં પૂર્ણ થયા હતા અને પ્લાન્ટ હવે સંપૂર્ણપણે કાર્યરત છે. નાણાકીય વર્ષ 2025 માટે વેચાણનું પ્રમાણ વાર્ષિક ધોરણે 5 ટકા ઘટ્યું હતું.
તેનાથી વિપરીત, બિલ્ડિંગ બ્લોક નાઇટ્રિક એસિડ વોલ્યુમે મજબૂત પ્રદર્શન કર્યું છે, નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિકગાળામાં વાર્ષિક ધોરણે 29 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2025માં વોલ્યુમની રીતે વાર્ષિક ધોરણે 3 ટકાનો સાધારણ વધારો થયો છે.
ગ્લોબલ બેસ્ટ અને સ્માર્ટ ફેક્ટરી ઇનિશિયેટિવ્સ સાથે બેન્ચમાર્કિંગ પર આધારિત અમારી ઉત્પાદન કાર્યક્ષમતા ઝુંબેશ, હવે કાચા માલ, ઉર્જા અને ઉત્પ્રેરક કાર્યક્ષમતાના લાભમાં નવા પ્રદર્શન ધોરણો સ્થાપિત કરી છે.
બિઝનેસ આઉટલૂક: નાઈટ્રિક એસિડ માટેનો અંદાજ સ્થિર માંગ સૂચવે છે, નાઈટ્રોએરોમેટિક્સની માંગ ઓછી હોવા છતા પણ ટેકનિકલ એમોનિયમ નાઈટ્રેટ માટેની મજબૂત માંગ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. આઇપીએમાટે, જ્યારે વોલ્યુમ માંગ સ્થિર રહે છે, ત્યારે એસિટોનના ભાવમાં નોંધપાત્ર ઘટાડો અને એસિટોન અને આઇપીએબંનેની વધેલી ઇન્વેન્ટરીને કારણે નબળી બજાર ગતિશીલતાને લીધે માર્જિન પર થોડું દબાણ આવી શકે છે. પણ બીજી તરફ સ્પેશિયાલિટી પ્રોડક્ટ પોર્ટફોલિયો માટે બજારમાં ટ્રેક્શન મેળવવાનું ચાલુ રાખે છે, જેનાથી ગ્રાહકો તરફથી સકારાત્મક સ્વીકૃતિ મળી રહી છે.
અત્યાધુનિક પાક સ્પેશિફિક સ્પેશિયાલિટી પ્રોડક્ટ ક્રોપટેક એ નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં આગલા વર્ષના આ જ ત્રિમાસિકગાળાની તુલનામાં 111 ટકાના જોરદાર વૃદ્ધિ દર સાથે મજબૂત વૃદ્ધિને આગળ વધારી છે, જેનાથી સીએનબી વર્ટિકલ કોમોડિટી ફર્ટિલાઈઝર બિઝનેસથી સ્પેશિયાલિટી/પફોર્મન્સ ફર્ટિલાઈઝર બિઝનેસ તરફ આગળ વધ્યો છે. તેવી જ રીતે સ્માર્ટેક, અન્ય એક નવી પ્રોડક્ટ્સ સાથે, નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિકગાળામાં મજબૂત પ્રદર્શન આપ્યું છે. જેમાં વાર્ષિક ધોરણે 83 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
ચોથા ત્રિમાસિકગાળામાં ખાસ ખાતર બેન્સલ્ફ તથા વોટર-સોલ્બલ ફર્ટિલાઈઝર્સનું વેચાણ વાર્ષિક ધોરણે 13 ટકા વધ્યું છે અને ત્રિમાસિક ધોરણે 19 ટકા ઘટ્યું છે. ઉત્પાદિત સ્પેશિયાલિટી ખાતરનું વેચાણ વાર્ષિક ધોરણે 40% વધ્યું, પરંતુ શાકભાજીના ભાવમાં વધઘટ અને કમોસમી વરસાદને લીધે દ્રાક્ષના પાકમાં નુકસાન થવાને લીધે વેપાર કરાયેલ ખાસ ખાતરનું પ્રમાણ સમાન સ્તરે રહ્યું, જેના કારણે ડબલ્યુએસએફખાતરનો વપરાશ ઓછો થયો.
બિઝનેસ આઉટલૂક: ભારતમાં આગામી ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની શક્યા છે. તે ધ્યાને તા અમારું ધ્યાન ખરીફ પાકમાં કપાસ, સોયાબીન, પેડી તથા મકાઈ પર કેન્દ્રિત છે અને પાક માટેના ઉકેલ મેળવવાની અમારી વિશિષ્ટ વ્યૂહરચના તથા તેની સાર્થક્તા સાથે, અમે પાક ઉપજ અને ગુણવત્તામાં મજબૂત સુધારાને ધ્યાનમાં રાખીને બજાર હિસ્સામાં પણ સતત વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ… આમ અમે એક બ્રાન્ડ “મહાધાન” બનાવવામાં મદદ મળશે.
પ્રોજેક્ટ અપડેટ
દહેજ ખાતે, ટીએએન પ્રોજેક્ટમાં 75 ટકા અને બિલ્ડીંગ બ્લોક નાઇટ્રિક એસિડ પ્રોજેક્ટમાં 48 ટકા પ્રગતિ સાથે બાંધકામ પૂર્ણ ગતિએ ચાલી રહ્યું છે.
સ્થળો પર બાંધકામ માટે જરૂરી બધી મુખ્ય કાનૂની મંજૂરીઓ મળી ગઈ છે
બધા જ મહત્વના સાધનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને ડિલિવરી ચાલુ છે
બંને પ્લાન્ટ વ્યૂહાત્મક રીતે સ્થિત છે, જે કાચા માલના પુરવઠા તથા ઉપાડના જોખમનું ધ્યાન રાખે છે.