અમદાવાદ
ટકાઉ કપાસ ઉત્પાદનમાં અગ્રણી અક્ષિતા કોટન પ્રાઇવેટ લિમિટેડ વ્યૂહાત્મક બજાર વિસ્તરણ તથા ટકાઉપણા દ્વારા સંચાલિત પહેલ થકી તેની વૈશ્વિક હાજરીને વધુ મજબૂત કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરિફ સ્ટ્રક્ચરના પગલે ઊભા થયેલા પડકારો છતાં કંપની મુખ્ય વિદેશી બજારોમાં તેની હાજરી વિસ્તારી રહી છે અને ગુણવત્તા, ખેડૂતોના કલ્યાણ તથા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી માટે તેની પ્રતિબદ્ધતાને જાળવી રહી છે.
વર્તમાન સમયમાં વેપાર ક્ષેત્રે પડકારો તથા તકો બંને રહેલી છે. અક્ષિતા કોટન તુર્કી, ઇજિપ્ત અને પસંદગીના યુરોપિયન દેશો સહિત પ્રીમિયમ અને ટકાઉપણે વિકસાવેલા કપાસ માટેની વધતી માંગ ધરાવતા ઊભરતા બજારોનો લાભ લઈ રહી છે. સાથે સાથે કંપની ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ તથા ટેક્સટાઇલ મિલ્સ સાથે સીધા સંબંધો જોડીને દક્ષિણપૂર્વ એશિયા, ખાસ કરીને કમ્બોડિયા અને મલેશિયામાં તેના જોડાણને વધુ ગહન બનાવી રહી છે.
અક્ષિતા કોટન પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કુશલ પટેલે જણાવ્યું હતું કે અસ્થિરતાના સમયમાં અનુકૂલનશીલતા જ શ્રેષ્ઠ માર્ગ છે. ટકાઉ પ્રેક્ટિસીસ અપનાવીને તથા વિશ્વભરના ટેક્સટાઇલ લીડર્સ સાથે મજબૂત સંબંધો ઊભા કરીને અમને વિશ્વાસ છે કે અક્ષિતા કોટન ઉદ્યોગમાં એક વિશ્વસનીય તથા ભવિષ્યલક્ષી સપ્લાય બની રહેશે.
અક્ષિતા કોટન વ્યાપારમાં વિસ્તરણની સાથે સાથે હકારાત્મક સામાજિક અસર ઊભી કરવા માટે પણ સમર્પિત છે. તેના ફાર્મર ટ્રેનિંગ પ્રોગ્રામે 5,000થી વધુ ખેડૂતોને ટકાઉ, ઓર્ગેનિક અને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરતી વાવણીની પદ્ધતિઓ તરફ વાળ્યા છે જેના પગલે સારી ઉપજ મળી છે અને લાંબા ગાળે જમીનની સારી ગુણવત્તાને પ્રોત્સાહન મળ્યું છે.
કંપની સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડ આપીને, સ્ટડી મટિરિયલ્સ પૂરા પાડીને તથા સ્કોલરશિપ આપીને ગ્રામીણ શિક્ષણ તથા હેલ્થકેરને સક્રિયપણે ટેકો આપે છે. આ ઉપરાંત નિયમિત મેડિકલ કેમ્પ તથા જાગૃતતા પહેલ કપાસ ઉગવતા જિલ્લામાં સારા આરોગ્ય પરિણામોમાં યોગદાન આપે છે.
પટેલે ઉમેર્યુ હતું કે ટકાઉપણું એ માત્ર ઇકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસીસ વિશે નથી, તે આપણા ઉદ્યોગની કરોડરજ્જુ ગણાતા લોકોને સશક્ત બનાવવા વિશે છે. અમારી ખેડૂત તાલીમ પહેલ, શિક્ષણ કાર્યક્રમો અને હેલ્થકેરને ટેકો આપવા માટેના પ્રયાસો સૌને લાભ આપે તેવી કોટન ઇકોસિસ્ટમ ઊભી કરવાના અમારા વિઝનનો અભિન્ન ભાગ છે. સતત નવીનતા, ટકાઉ ખેતી અને વ્યૂહાત્મક બજાર વિસ્તરણ થકી અક્ષિતા કોટન આગામી પેઢીના પર્યાવરણની દ્રષ્ટિએ જવાબદાર હોય તેવા ટેક્સટાઇલ ઉદ્યોગને આકાર આપવા માટે પ્રતિબદ્ધ છે.
અક્ષિતા કોટન બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીનમાં તેની નિકાસો વિસ્તારે છે અને અનન્ય ગુણવત્તા જાળવી રાખવી તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કંપનીએ તેની જિનિંગ અને પ્રેસિંગ ફેસિલિટીઝ થકી અત્યાધુનિક રિયલ-ટાઇમ ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ્સમાં રોકાણ કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય હોય તેવા ધોરણોનું પાલન કરે છે.
તેના ઇન-હાઉસ ક્વોલિટી કંટ્રોલ સ્પેશિયાલિસ્ટ્સ ચોક્કસ પ્રાદેશિક જરૂરિયાતો મુજબની પ્રોડક્ટ્સ તૈયાર કરવા માટે આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ સાથે ઘનિષ્ઠપણે સહયોગ કરે છે. આ ઉપરાંત ટેક્નોલોજી સંચાલિત સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ઝડપથી વિકસતા ટેક્સટાઇલ્સ બજારોમાં સમયસર તથા વિશ્વસનીય ડિલિવરી સુનિશ્ચિત કરે છે.
અક્ષિતા કોટન પોતાને ઇકો-ફ્રેન્ડલી મટિરિયલ્સ માટેની વધતી ઉદ્યોગની માંગ સંતોષતી ઓર્ગેનિક તથા કાર્બન-ન્યૂટ્રલ કોટનની પ્રીમિયર ગ્લોબલ સપ્લાય તરીકે કલ્પના કરે છે. કંપની ટકાઉ કોટન પ્રોડક્ટ્સનો તેનો પોર્ટફોલિયો વિસ્તારી રહી છે અને એથિકલ સોર્સિંગ માટે પ્રતિબદ્ધ હોય તેવા ટેક્સટાઇલ ઉત્પાદકો સાથે સંબંધો મજબૂત બનાવી રહી છે. આ ઉપરાંત અક્ષિતા કોટન તેની લાંબા ગાળાની વૈવિધ્યકરણ વ્યૂહરચનાના ભાગરૂપે ટકાઉ કોટન ફેબ્રિક્સ અને સ્પેશિયલ્ટી યાર્ન જેવા વેલ્યુ-એડેડ ઇનોવેશન્સની પણ શોધ કરી રહી છે.
