.

હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટે “શ્લોક ગાન” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મની ભાગીરથી, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી સમાન શ્રીમદ ભગવતગીતા હજારો વર્ષથી અનેક મનુષ્યોના જીવનમાં પ્રેરણા નો પ્રકાશ પાથરતી અને સર્વને સ્વસ્થ રાખતી આવી છે, તેનાં શ્લોકોનું સુંદર ગાન ધોરણ- ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ કરી તેનો અર્થ અને શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ સમજાવી ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના આ ઉત્સાહ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ડૉ. ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા પિનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
