જેમિની એઆઈને એક જ સમયે ઘણી રીતે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે
વોશિંગ્ટન
ગૂગલની મૂળ કંપની આલ્ફાબેટે એપલ અને મેટાને ટક્કર આપવા પોતાનું સક્ષમ એવું મોટું એઆઈ મોડેલ જેમિની લોન્ચ કર્યું. ગૂગલનું આ એઆઈ મોડેલ ખુબ જ એડવાન્સ છે. દુનિયાભરના બાર્ડ અને પિક્સલ યુઝર્સ માટે જેમિની એઆઈ ઉપલબ્ધ થયું છે. ગૂગલે તેના એઆઈ સંશોધન એકમો, ડીપમાઇન્ડ અને ગૂગલ બ્રેઈનને ડીપમાઇન્ડ નામના એક વિભાગમાં મર્જ કર્યા પછી આલ્ફાબેટનું પ્રથમ એઆઈ મોડલ છે, જેની દેખરેખ ડીપમાઇન્ડના સીઈઓ ડેમિસ હાસાબીસ દ્વારા કરવામાં આવી છે.
જેમિની એઆઈની વિશેષતા બાબતે કંપનીએ માહિતી આપી છે કે જેમિની એઆઈને એક જ સમયે ઘણી રીતે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે એક જ સમયે ટેક્સ્ટ, કોડ, ઑડિઓ, ઈમેજ અને વિડિયો જેવી વિવિધ પ્રકારની માહિતી પર કામ કરી શકે છે.
શરૂઆત પિક્સલ 8 પ્રોમાં જેમિની નેનોથી થશે. તેની મદદથી, રેકોર્ડર એપમાં સમરાઈઝ ફીચર અને જીબોર્ડ દ્વારા સ્માર્ટ રિપ્લાય કરી શકાય છે. સ્માર્ટ રિપ્લાયનું ફીચર વોટ્સએપથી શરૂ થશે. આ ઉપરનું વર્ઝન જેમિની પ્રો હશે જેનો ઉપયોગ રોજિંદા ઉપયોગના મોટા ભાગના કાર્યો સરળતાથી પૂર્ણ કરવા માટે થઈ શકે છે. તેનું ટોપ વર્ઝન જેમિની અલ્ટ્રા હશે જેનો ઉપયોગ ખાસ અને ખૂબ જ જટિલ કાર્યોને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. જેમિનીને સર્ચ, જાહેરાતો, ક્રોમ અને ડ્યુટી એઆઈ જેવી સેવાઓ માટે પણ ધીમે ધીમે રોલઆઉટ કરવામાં આવશે.
જેમિની 1.0ને અલગ અલગ સાઈઝ જેમકે અલ્ટ્રા, પ્રો, નેનો માટે ઓપ્ટીમાઈઝ કરવામાં આવ્યું છે. એટલે કે અલગ અલગ વર્ઝન વિભિન્ન ટાસ્કને પુરા કરશે. પિચાઈના જણાવ્યા અનુસાર, ‘જેમિની યુગનું આ પ્રથમ મોડલ છે અને આ વિઝનને સાકાર કરવાની દિશામાં પહેલું પગલું આ વર્ષની શરૂઆતમાં ગૂગલ ડીપ માઇન્ડની રચના દ્વારા લેવામાં આવ્યું હતું. આ નવું મોડલ એક કંપની તરીકે અત્યાર સુધી હાથ ધરેલા સૌથી મોટા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ પ્રયાસો પૈકીનું એક છે.
ચેટજીપીટી જેવી સામાન્ય એઆઈ એપ્લિકેશન્સની દેખરેખ કેવી રીતે કરવી તે અંગે મહિનાઓની સખત વાટાઘાટો પછી, ઈયુ એઆઈ ને સંચાલિત કરવા માટેના નિયમો પર કરાર ઇચ્છે છે. ઈયુ વિશ્વના પ્રથમ એઆઈ કાયદાને મંજૂર કરવા માટે દોડધામ કરી રહ્યું છે, કારણ કે ગયા વર્ષે જ્યારે ચેટજીપીટી બોટ જાહેર થયું ત્યારે બધા ચકિત થયા હતા. જયારે ચેટજીપીટી સેકન્ડોમાં કવિતાઓ કે નિબંધ જનરેટ કરી આપવાની તેની ક્ષમતાથી લોકો ખુબ જ પ્રભાવિત હતા.