27 ઓક્ટોબર 2024ના દિવસે રાજકોટમાં કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત પત્રકાર દિલીપ પટેલના પુસ્તકનું વિમોચન
અમદાવાદ
27 ઓક્ટોબર 2024ના દિવસે રાજકોટમાં કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ બિન રાજકીય સંસ્થા આંતરરાષ્ટ્રીય કુર્મિ સેના દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશના અનેક રાજ્યોના કૂર્મિ નેતાઓ આવ્યા હતા.
તે સમયે કેશુભાઈના જીવન અને કર્મ ઉપરનું પુસ્તરનું વિમોચન થયું છે. આ પુસ્તક ગુજરાતના નામાંકિત પત્રકાર દિલીપ પટેલે લખ્યુ છે. જેમાં અનેક નવા ઘટસ્ફોટ થયા છે.
આ પુસ્તકમાં લખ્યું છે કે, લીલાબહેનને ફિલ્મ અને સંગીતનો શોખ પણ હાર્મોનિયમ શીખવા માંગતા હતા પણ શીખી શક્યા નહીં. કેશુભાઈને ફિલ્મોનો ખાસ શોખ નહીં. એટલે ફિલ્મો જોવા જતાં નહીં.
પહેલી વાર મુખ્ય પ્રધાન બન્યા ત્યારે લીલાબેન થિયેટરમાં ગાંધીનગરના એકવીસ નંબરના સેક્ટરમાં આવેલા રાજશ્રી થિયેટરમાં ‘હમ આપ કે હૈં કૌન’ ફિલ્મ જોવા ગયા હતા. તેમની સાથે સુરેશ મહેતાનાં પત્ની, મહેન્દ્ર ત્રિવેદીનાં પત્ની, પુરુષોત્તમ રૂપાલાનાં પત્ની અને મારા સહિત સાત પ્રધાનપત્નીઓ ફિલ્મ જોવા ગયા હતા.
કેશુભાઈ ચૂંટણી લડે ત્યારે લીલાબેનને થતું કે, ધારાસભ્ય થશે, પણ મુખ્ય પ્રધાન બનશે તે કલ્પના ન હતી. લીલાબહેન પ્રચારકાર્યમાં તેમની સાથે જતાં. રેલી કે આંદોલનોમાં કેશુભાઈ સાથે જતાં હતા.
લીલાબેનને રાજકારણમાં લાવવા હતા
કેશુભાઈએ કહ્યું કે, ‘તને રાજકારણમાં રસ પડે તો તું પણ ચૂંટણીમાં ઊભી રહી જા….’ પણ લીલાબેનને ચૂંટણી લડવી ગમતી ન હતી. ઘર, કુટુંબ અને મહેમાનોને સાચવવાં ગમતા. ભાષણ કરતા ફાવે નહીં. કોઈ આગ્રહ કરે તો કહી દેતા કે, સાહેબ મારા વતી બોલશે. લીલાબહેનને બે વાર ભાષણ કરવાં પડ્યાં હતા. આબુમાં એક કાર્યક્રમમાં પાંચ મિનિટ બોલ્યા હતા. જૂનાગઢ કૉલેજના કાર્યક્રમમાં ભાષણ વાંચી ગયા હતા.
રાજકારણમાં આવવાની કયારેય ઈચ્છા ન હતી. સંજોગો તેમને રાજકારણમાં લાવ્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફ તેમનો લગાવ ભારતની આઝાદી પહેલાથી રોજ રાજકોટની સંઘની શાખામાં જતા હતા. કેશુભાઈએ હજારો ભાષણ કર્યા પણ તેમને ક્યારેય પૂર્વતૈયારીઓ કરવી પડી ન હતી. ચૂંટણી વખતે તો સળંગ બેત્રણ કલાક બોલતા હતા. લોકો ખાસ તેમને સાંભળવા આવતાં હતા.
કેશુભાઈને માર્ગમાં પાંચ વાર અકસ્માત થયા હતા. બેત્રણ વખત એવી અફવા ફેલાયેલી કે તેમનું અવસાન થઈ ગયું છે. કુળદેવી ખોડિયાર માતાની માનતા માનતા હતા.
કેશુભાઈ પટેલ સાથે કેવા રાજકીય કાવતરાં થયા હતા તે આ પુસ્તકમાં છે.