મ.પ્ર.માં શિવરાજ ચૌહાણ બુધનીથી, રાજસ્થાનમાં સાત સાંસદો ચૂંટણી લડશે

Spread the love

જયપુરના વિદ્યાધરનગરથી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોન સિંહ શેખાવતના જમાઈ વર્તમાન ધારાસભ્ય નરપત સિંહ રાજવીની ટિકિટ રદ કરાઈ

ભોપાલ

મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ બુધનીથી, રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દતિયાથી, ગોપાલ ભાર્ગવ રેહલીથી, વિશ્વાસ સારંગ નરેલાથી અને તુલસીરામ સિલાવત સાવરથી ચૂંટણી લડશે.

 વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપે રાજસ્થાનની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 41 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે તેની પ્રથમ યાદીમાં રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને દિયા કુમારી સહિત સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં ઘણા ચોંકાવનારા નામો સામે આવ્યા છે. જયપુરના વિદ્યાધરનગરથી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોન સિંહ શેખાવતના જમાઈ વર્તમાન ધારાસભ્ય નરપત સિંહ રાજવીની ટિકિટ રદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *