સ્પાય લોન એપ્સ તરીકે કામ કરતી 18 લોન એપ્સ ગુગલે ડિલિટ કરી

Spread the love

આ એપ્સ યૂઝર્સના ડેટા વગર માહિતીએ ચોરતી હતી, લોન લેનારા યૂઝર્સને બ્લેકમેઈલ કરવામાં આવતા હતા


નવી દિલ્હી
યૂઝર્સની સુરક્ષા માટે ગુગલે એક નવું પગલું ભર્યું છે. હાલમાં જ ગુગલે 18 સ્પાય લોન એપ્સ ડિલીટ કરી છે. આ એપ્સને પ્લે સ્ટોરથી લાખો લોકો ડાઉનલોડ પણ કરી ચૂક્યા હતા. સોફ્ટવેર કંપની ઈસેટએ આને લઈને એક નવો રિપોર્ટ પણ જાહેર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, 18 એપ્સની ઓળખ થઈ છે જે સ્પાય લોન એપ્સ તરીકે કામ કરી રહી હતી.
આ એપ્સ યૂઝર્સના ડેટા વગર માહિતીએ ચોરતી હતી. તેવામાં જો તમારા મોબાઈલમાં પણ આ એપ્સ છે તો આજે જ ડિલીટ કરી નાખવી જોઈએ. આ એપ્સ લોન લેનારા યૂઝર્સને બ્લેકમેઈલ કરવામાં આવતા હતા. આ ડેટાના આધારે, યૂઝર્સને લોનની રિપેમેન્ટ કરવા માટે મજબૂર કરાતા હતા અને વધુ વ્યાજની માંગ કરતા હતા.
ESET રિસર્ચરે આ એપ્સની ઓળખ કરી છે જે યૂઝર્સ સાથે છેતરપીંડી કરવા માટે કામ કરતી હતી. આ એપ્સ આફ્રિકા, લેટિન અમેરિકા અને સાઉથ ઈસ્ટ એશિયાના યૂઝર્સને ટાર્ગેટ કરતી હતી. આ વખતે જ્યારે ગૂગલને માહિતી મળી તો કાર્યવાહી કરતા 17 એપને રિમૂવ કરી દીધી હતી. હવે તેમાં જે યૂઝર્સે આ એપ્સને ડાઉનલોડ કરી લીધી છે તેમને પણ તુરંત તેને ડિલીટ કરી દેવી જોઈએ.
કઈ એપ્સને ગૂગલે કરી રિમૂવ?
AA Kredit, Amor Cash, GuayabaCash, EasyCredit, Cashwow, CrediBus, FlashLoan, PréstamosCrédito, Préstamos De Crédito-YumiCash, Go Crédito, Instantáneo Préstamo, Cartera grande, Finupp Lending, 4S Cash, TrueNaira, EasyCash
તેવામાં જો તમારા મોબાઈલમાં પણ આ એપ્સ છે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દેવી જોઈએ. કારણ કે તેનાથી તમને ભારે નુકસાન થઈ શકે છે. જોકે, કંપનીએ એવો દાવો હજુ સુધી નથી કર્યો કે કેટલા ભારતીયોના મોબાઈલમાં આ એપ્સ છે. તમે પણ તમારો સ્માર્ટફોન ચેક કરી શકો છો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *