ગાંધીધામ
સુરતના માનવ ઠક્કરે તેલંગણાના હૈદરાબાદ ખાતે યોજાયેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023 જીતીને વર્તમાન સિઝનનો શાનદાર પ્રારંભ કર્યો હતો. શુક્રવારે ફાઇનલમાં તેણે એફ આર સ્નેહિતને 4-2 (5-11,13-11, 8-11,11-3,11-4,12-10)થી હરાવ્યો હતો. તે એક ગેમથી પાછળ હતો પરંતુ ત્યાંથી તેણે વળતો પ્રહાર કર્યો હતો.
આ ટુર્નામેન્ટ ટેબલ ટેનિસ ફેડરેશનના નેજા હેઠળ તેલંગણા સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાઈ હતી.
નવેમ્બર 2019માં થાણે ખાતે રમાયા બાદ માનવ ઠક્કર પહેલી વાર નેશનલ રેન્કિંગમાં રમી રહ્યો હતો અને ડિસેમ્બર 2021 બાદ પહેલી વાર ફાઇનલમાં રમી રહ્યો હતો. તે વખતે તે દહેરાદુન ખાતેની ફાઇનલમાં રમ્યો હતો.
પીએસપીબીનું પ્રતિનિધિત્વ કરતાં ત્રીજા ક્રમના માનવે અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં 25મા ક્રમના સૌરવ સહાને 3-0થી હરાવ્યો હતો. સેમિફાઇલમાં 23 વર્ષનો આ ખેલાડી આક્રમક મૂડમાં રમ્યો હતો અને તેણે રિઝર્વ બેંકના માનુષ શાહ સામે 4-0 (11-7, 11-5, 12-10, 11-3)થી વિજય હાંસલ કર્યો હતો.
વડોદરાના માનુષે અગાઉ ભૂતપૂર્વ નેશનલ ચેમ્પિયન એન્થની અમલરાજને 3-1 (12-10, 9-11, 11-5, 11-2)થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ગુજરાતના અન્ય ખેલાડી અને મોખરાના ક્રમના હરમિત દેસાઇએ જોકે નિરાશ કર્યા હતા કેમ કે તે દિલ્હીના પાયસ જૈન સામે પ્રિ ક્વાર્ટરમાં 2-3 (12-10, 5-11, 11-4, 6-11, 9-11)થી હારી ગયો હતો.
બોયઝ અંડર-11 (હોપ્સ)માં અંશ ખમારે સારી લડત આપી હતી અને મોખરાના ક્રમના વિનોઘ ક્રિશ સામે તેનો 2-3 (11-6,6-11,11-13,12-10,8-11)થીક્વાર્ટર ફાઇનલમાં પરાજય થયો હતો.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે માનવ ફોર્મમાં પરત ફર્યો છે તે સારી બાબત છે. આપણે જાણીએ છીએ કે તે આકરી મહેનત કરી રહ્યો છે.
ગુજરાતના ખેલાડીઓને અભિનંદન પાઠવતાં સ્ટેટ એસોસિયેશનના સેક્રેટરી કુશલ સંગતાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ટેબલ
ટેનિસની રમત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. આપણા ખેલાડીઓ હવે શાનદાર સફળતા હાસલ કરી રહ્યા છે. નેશનલ લેવલે ઘણા ખેલાડી સારો દેખાવ કરી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
અન્ય નોંધપાત્ર પરિણામોઃ
જુનિયર બોયઝ (અંડર-19) પ્રિ. ક્વા. બુરહાનુદ્દીન માલુભાઈ હાર્યા વિરુદ્ધ રોહિત શંકર 0-3 (9-11,10-12,7-11).
કેડેટ ગર્લ્સ (અંડર-13) પ્રિ કવા. દાનિયા ગોદીલ હાર્યા વિરુદ્ધ અહોના રોય 0-3 (7-11,6-11,5-11).
હોપ્સ ગર્લ્સ (અંડર-11) પ્રિ ક્વા. ફાઇનલ વિન્સી તન્ના હાર્યા વિરુદ્ધ એ, બાવિત્રા 1-3 (5-11,5-11,11-6,4-11)
મેઇન ડ્રોમાં ક્વોલિફાઈ થયેલા ખેલાડીઓની યાદી.
મેન્સઃ સોહમ ભટ્ટાચાર્ય, જયનિલ મહેતા, રિયાન દત્તા, હર્ષ પટેલ.
વિમેન્સઃ ક્રિત્વિકા સિંહા રોય
અંડર-19 બોયઝ: હિમાંશ દહિયા, અરમાન શેખ
અંડર-19 ગર્લ્સ: આસ્થાન મિસ્ત્રી
અંડર-17 બોયઝ: ધ્યેય જાની, જન્મેજય પટેલ, આયુષ તન્ના, અભિલાક્ષ પટેલ, માલવ પંચાલ, માનવ મહેતા.
અંડર-17 ગર્લ્સઃ રિયા જયસ્વાલ, અર્ની પરમાર, મૌબિની ચેટરજી
અંડર-15 બોયઝઃ આર્ય કટારિયા, માલવ પંચાલ.
અંડર-15 ગર્લ્સઃ મૌબિની ચેટરજી, જિયા ત્રિવેદી.
અંડર13 બોયઝઃ ક્રિષ્ણવ ગુપ્તા, અંશ ખમાર
અંડર-13 ગર્લ્સઃ ફિઝા પવાર