શ્રીનગરના લાલચોકમાં નવા વર્ષને આવકારવા લોકો ઉમટી પડ્યા

Spread the love

શ્રીનગરના ક્લોક ટાવર ક્ષેત્રમાં આ ખાસ અવસર પર એક મ્યૂઝિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું


જમ્મુ
સમગ્ર વિશ્વએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે. ભારતના દરેક રાજ્યોમાં લોકોએ ઠેક-ઠકાણે આ ખાસ દિવસની ઉજવણી કરી. પરંતુ સૌથી વધુ ચર્ચા જમ્મુ-કાશ્મીરની થઈ રહી છે. પહેલી વખત શ્રીનગરના લાલ ચોક પર નવા વર્ષનું સ્વાગત કરવા માટે લોકો રવિવારે મોડી રાતે ઉમટી પડ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના પર્યટન વિભાગના શ્રીનગરના ક્લોક ટાવર ક્ષેત્રમાં આ ખાસ અવસર પર એક મ્યૂઝિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે રાત્રે 12 વાગતા જ ચોક પર ભેગા થયેલા લોકો મ્યૂઝિક પર ડાન્સ કરવા લાગ્યા અને નવા વર્ષની ઉજવણી કરી. સ્થાનિક લોકોની સાથે-સાથે કાશ્મીર ઘાટીમાં આવેલા પર્યટકોએ પણ આ સમારોહમાં ભાગ લીધો. તેઓ અહીં આવીને ખૂબ જ ઉત્સાહિત નજર આવી રહ્યા હતા.
ત્યાંના એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે, હું અહીં નવા વર્ષનું સેબિબ્રેશન જોવા માટે આવ્યો છું. અમે આ પ્રકારનું સેલિબ્રેશન પહેલા ક્યારેય નથી જોયું. હું આ બધુ જોઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું. એક અન્ય સ્થાનિક નાગરિકે કહ્યું કે, નવા વર્ષનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે અને અહીં પર્યટન દ્વારા એક સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાશ્મીર શાંતિપૂર્ણ હોવું જોઈએ અને અમે ઈચ્છીએ છીએ કે, કાશ્મીરમાં શાંતિ બની રહે પરંતુ તે ઘાટીના લોકો પર પણ નિર્ભર છે કે, તેઓ તેને કઈ રીતે લે છે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગ શહેરમાં પણ નવા વર્ષના અવસર પર લેઝર શો અને સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ ડાન્સ કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી. આ ઉપરાંત દેશના અલગ-અલગ શહેરોમાં પણ નવા વર્ષની પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *