ઈંદિરા ગાંધીએ મારી આંખનું ઓપરેશન કરાવવા ઓફર કરી હતીઃ રામભદ્રાચાર્ય

Spread the love

સંસાર હવે જોવા લાયક નથી રહ્યો જો કઈ જોવા લાયક છે તો તે નીલ-કમળ-શ્યામ-ભગવાન રામ જ છે, એમ કહીનેઓફર ફગાવી હતી


અયોધ્યા
અયોધ્યા રામ મંદિરના અભિષેકની તારીખ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં રામ મંદિર મુદ્દે શ્રી તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે 1974માં કેવી રીતે ઈન્દિરા ગાંધીએ તેમને તેમની આંખોના ઓપરેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ જગદગુરુએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આ ઉપરાંત તેમને એવું પણ જણાવ્યું હતું કે’ ‘જે રીતે એક માળી તેણે રોપેલા વૃક્ષમાં ફળ-ફૂલ આવવાની રાહ જોવે છે એવી જ પ્રતીક્ષા હું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની કરી રહ્યો છું.’
જગદગુરુએ કહ્યું કે, ’75 આંદોલન નિષ્ફળ ગયું, પછી કોઈક રીતે 76મું આંદોલન સફળ થયું. 6 ઓક્ટોબર 1984ના રોજ, હું, અશોક સિંઘલ, અવૈદ્યનાથ, રામચંદ્ર દાસ પરમહંસ, ગિરિરાજ, નૃત્ય ગોપાલ દાસ હતા. અમે સાથે મળીને આ આંદોલન શરુ કર્યું અને ગામે ગામે તેનો પ્રચાર પ્રસાર કર્યો. એ સમયે કોંગ્રેસનું શાસન હતું, પોલીસનો આકરા ત્રાસ હતો. જેલમાં ગયા. પોલીસ લાઠીઓ સહન કરી. એવામાં પોલીસના એક દંડાએ મારા જમણા કાંડાને ભાંગી નાખ્યું. પરંતુ ભગવાન રામની કૃપાથી સરકારે આ અપમાનનો બદલો લીધો.’
તેમણે આગળ કહ્યું, ‘મુલાયમ સિંહે કહ્યું હતું કે અહીં એક પક્ષી પણ મારી શકશે નહીં. તે સમયે મુલાયમ સિંહ અને વિશ્વનાથ પ્રતાપ સિંહે જે નરસંહાર આચર્યો હતો તેને આપણે ભૂલી શકીશું નહીં. કોઠારી બંધુઓનો નાશ થયો. અમારી સામે, એક 18 વર્ષનો અને એક 20 વર્ષનો એમ તેના બંને બાળકોને રૂમમાંથી બહાર કાઢીને મેદાનમાં લાવીને ગોળી મારી દેવામાં આવી. અમે તે બધું સહન કર્યું અને 6 ડિસેમ્બર, 1992 ના રોજ, અમે 5 કલાકમાં તે માળખું તોડી પાડ્યું.’
જગદગુરુએ કહ્યું કે, ‘શાસ્ત્રોનો પક્ષ આગળ આવ્યો ત્યારે જ કેસ શરૂ થયા. બધા શંકરાચાર્યોએ ના પાડી. આખરે મારી પાસે આવ્યો. એવું બનતું રહ્યું છે કે જ્યારે ફરિયાદી સગીર હોય છે ત્યારે તેના માતા-પિતા કે ગુરુ તેનો પક્ષ લેતા હોય છે. આ કેસમાં રામ લલ્લા સગીર હતા. મેં તેનો પક્ષ લીધો કારણ કે તે ગુરુ ગોત્રના છે. કોર્ટે પૂછ્યું, તમે દૃષ્ટિહીન છો, પુરાવા કેવી રીતે રજૂ કરશો. મેં સોગંદનામું રજૂ કર્યું અને કોર્ટને પૂછ્યું કે તમે કયા વિષય પર પુરાવા લેવા માંગો છો. કોર્ટે શાસ્ત્રો વિશે જણાવ્યું હતું. મેં કહ્યું કે તેના માટે આંખોની જરૂર નથી. શાસ્ત્રો દરેકની આંખ છે.
તેમણે જણવ્યું હતું કે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 1974માં જગદગુરુની આંખના ઓપરેશન કરાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ મેં કહ્યું કે સંસાર હવે જોવા લાયક નથી રહ્યું જો કઈ જોવા લાયક છે તો તે નીલ-કમળ-શ્યામ-ભગવાન રામ જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *