સક્રિય દર્દીઓ વધીને હવે 4,394 થઇ ગયા, છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના કોરોનાને લીધે મૃત્યુ થયા

નવી દિલ્હી
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર આજે ફરી ભારતમાં 636 નવા કોરોનાના કેસ સામે આવતાં ચિંતા વધી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે ગત રોજ કોરોનાના 841 કેસ સામે આવ્યા હતા પણ એક્ટિવ કેસમાં વધારો હજુ પણ યથાવત્ જ છે. સક્રિય દર્દીઓ વધીને હવે 4,394 થઇ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના કોરોનાને લીધે મૃત્યુ પણ થયા છે. જેમાં બે કેરળમાં અને એક તમિલનાડુમાં નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં કોરોના મહામારીની શરૂઆત થઈ હતી અને તેને હવે ચાર વર્ષ વીતી ગયા છે પણ તેનું જોખમ હજુ ઘટવાનું નામ લઈ રહ્યું નથી. ચાર વર્ષોમાં દેશભરમાં 4.5 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા હતા અને 5.3 લાખથી વધુ મૃત્યુ થયા. હવે સ્વાસ્થ્ય નિષ્ણાતો તાજેતરના વધતા જતાં સંક્રમણના કેસ માટે કોરોનાના નવા JN.1 વેરિયન્ટને મુખ્ય કારણ માની રહ્યા છે. અભ્યાસમાં તેનો સંક્રામકતા દર વધુ જણાવાયો છે.