24 નવેમ્બર, 2023ના રોજ યોજાયેલા એક શોમાં સુચેતાએ કુલ 140 ભાષાઓમાં પરફોર્મ કર્યું
થિરૂવનંતપુરમ
કેરળની એક મહિલાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે 100થી વધુ ભાષાઓમાં ગીતો ગાઈ રહી છે. આ શો દુબઈમાં યોજાયો હતો, જે જીતીને મહિલાએ અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મહિલા ખૂબ જ સરસ રીતે વિવિધ ભાષાઓમાં ગીતો ગાઈ રહી છે. લોકો મહિલાની આ કળાના ખૂબ વખાણ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ આ મહિલાનું નામ સુચેતા સતીશ છે, કેરલામાં રહેતી આ મહિલા અલગ-અલગ ભાષાઓમાં ગીતો ગાવાને કારણે ચર્ચામાં છે. તેનું આ અનોખુ કામ હવે વર્લ્ડ રેકોર્ડ બની ગયું છે. 24 નવેમ્બર, 2023ના રોજ યોજાયેલા એક શોમાં સુચેતાએ કુલ 140 ભાષાઓમાં પરફોર્મ કર્યું હતું. ઇવેન્ટ વિશે વાત કરીએ તો, આ શો યુએઈ માં ભારતીય કોન્સ્યુલેટ ઓડિટોરિયમમાં યોજાયો હતો, જેને ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.
GuinnessBookofWorldRecordsએ આ સપ્તાહની શરૂઆતમાં સત્તાવાર રીતે તેની સિદ્ધિની પુષ્ટિ કરી છે. યુએઈના દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટ ઓડિટોરિયમમાં તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. સુચેતાનો ગીત ગાતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, સુચેતાએ દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટ ઓડિટોરિયમમાં ક્લાઈમેટ ચેન્જ અંગે જાગૃતિ લાવવા માટે 140 ભાષાઓમાં પરફોર્મ કર્યું હતું. 140 નંબર પસંદ કરવા પાછળનું કારણ એ છે કે તે દુબઈમાં સીઓપી 28 સમિટમાં ભાગ લેનારા 140 દેશોનું પ્રતિનિધિત્વ કરતો આંકડો છે. આ વીડિયોને મોટી સંખ્યામાં લોકોએ જોયો છે. લોકો તેને પસંદ કરી રહ્યા છે.