15 જૂને આ વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાશે તેવી આગાહી, ગીરના જંગલમાંથી 100 સિંહોને શિફ્ટ કરાયા
ગાંધીનગર
રાજકોટના ભક્તિનગર સર્કલ, ઉપલેટા – પોરબંદર રોડ, પીપળીયા રોડ,વાડોદર અને ભાદાજાળીયા રોડ સહિત અનેક જગ્યાઓ પર ધરાશાયી થયેલ વૃક્ષોને રસ્તા પરથી દૂર કરવા તંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે. દરેક તાલુકામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરને નોડલ તરીકે નિમણૂંક કરીને કુલ 25 ટીમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.
અમદાવાદ – 079-27560511
અમરેલી – 02792-230735
આણંદ – 02692-243222
અરવલ્લી – 02774-250221
બનાસકાંઠા – 02742-250627
ભરૂચ – 02642-242300
ભાવનગર – 0278-2521554/55
બોટાદ – 02849-271340/41
છોટાઉદેપુર – 02669-233012/21
દાહોદ – 02673-239123
ડાંગ – 02631-220347
દેવભૂમિ દ્વારકા – 02833-232183, 232125, 232084
ગાંધીનગર – 079-23256639
ગીર સોમનાથ – 02876-240063
જામનગર – 0288-2553404
જૂનાગઢ – 0285-2633446/2633448
ખેડા – 0268-2553356
કચ્છ – 02832-250923
મહીસાગર – 02674-252300
મહેસાણા – 02762-222220/222299
મોરબી – 02822-243300
નર્મદા – 02640-224001
નવસારી – 02637-259401
પંચમહાલ – 02672-242536
પાટણ – 02766-224830
પોરબંદર – 0286-2220800/801
રાજકોટ – 0281-2471573
સાબરકાંઠા – 02772-249039
સુરેન્દ્રનગર – 02752-283400
સુરત – 0261-2663200
તાપી – 02626-224460
વડોદરા – 0265-2427592
વલસાડ – 02632-243238
અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન બિપરજોય ઝડપથી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર એશિયાટીક સિંહો માટે પ્રખ્યાત ગીરના જંગલ પર જોવા મળી રહી છે. જેમાં 100 સિંહોનું કાયમી રહેઠાણ બીચ નજીક જોવા મળે છે. આ સિંહોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
બિપરજોય વાવાઝોડા સામે કચ્છના કલેક્ટરે લોકોને આપીલ સાવધાનીના પગલા અનુસરવા કહ્યું છે. લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવા માટે કલેક્ટરે અપીલ કરી છે. દરિયાકિનારાથી 10 કિલોમીટર સુધીના વિસ્તારના ગામોના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો ઉંચાઈવાળા વિસ્તારમાં જવા માટે કહેવામાં આવ્યું છે. મોટાભાગે ગામની પ્રથામિક શાળાને સેટર હોમ તરીકે મૂકવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાને લઈને અનેક જિલ્લાઓમાં તંત્રએ યુધ્ધના ધોરણે કામ શરુ કરી દીધુ છે ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં જૂનાગઢમાંથી 500 લોકો, કચ્છમાંથી 6,786, જામનગરમાંથી 1,500, પોરબંદરમાંથી 543, દ્વારકામાંથી 4,820, ગીર-સોમનાથમાંથી 408, મોરબીમાંથી 2 હજાર અને રાજકોટમાં 4,031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે વાવાઝોડાની તૈયારીઓની કરી સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, વાવાઝોડા સામે લડવા કોઈ પણ પરિસ્થીતીમાં તૈયાર છીએ.આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહેલા કરતા વધુ મજબુત બનાવ્યું છે અને તે બિપરજોય વાવાઝોડા સામે લડવા માટે તૈયાર છે. દરિયા કિનારાના વિસ્તારો પર NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
આજથી 4 દિવસ સુધી યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરની રોપ-વેની સેવા બંધ વાવાઝોડાના પગલે બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટે 16 જૂન સુધી રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
જામનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો તેમજ દરિયાકાંઠા નજીક રહેતા કુલ 3200 લોકોનું સ્થળાંતર કરાયું છે. આજે સાંજ સુધી કુલ 8500 લોકોને સ્થળાંતર સ્થળે ખસેડવામાં આવશે. જિલ્લાના 13 મીઠાના યુનિટો પર કામ કરતાં તમામ 355 અગિયારીઓને પણ આશ્રિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે.
વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વિધાર્થીઓને મુશ્કેલીના સર્જાઈ તે માટે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. હાલ ભાવનગરમાં પણ 14 અને 15મી જૂને તમામ શાળાઓ બંધ રાખવા તંત્ર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
વાવાઝોડું પ્રતિ કલાક 10 કિમીની ઝડપે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. હાલ વાવાઝોડું પોરબંદરથી 290 કિમી દૂર છે. તો આવતી કાલ રાતથી સાયકલોન વધુ આક્રમક બનવાની સંભાવના છે. 15 જૂને માંડવીથી કરાચી વચ્ચે આ વાવાઝોડું ટકરાશે.