નાપાસ થયેલા વિદ્યાર્થીઓની મનોસ્થિતિને ધ્યાનમાં લઈને ચિંતા વ્યક્ત કરી માગ ન સ્વિકારાય તો આંદોલનની ચીમકી
અમદાવાદ
રાજ્યમાં ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે નવમા અને અગિયારમા ધોરણમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની મનોસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની યુવા પાંખ યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં પત્ર લખી ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓની મનોસ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી.
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે ધોરણ નવ અને અગિયારમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિને લઈને ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે, હમણા લેવાયેલ ધોરણ-૯ અને ૧૧ ના તમામ પ્રવાહ ની પરીક્ષામા ઘણા બધા વિધાર્થીઓ નાપાસ થયેલ છે. દર વર્ષે શિક્ષણ ભાગ દ્વારા નાપાસ થયેલા વિધાર્થીઓ ને એક તક આપવામા આવતી હોય છે. પરંતુ હજી સુધી કોઇ પણ પ્રકારની જાહેરાત આપ ના વિભાગ દ્વારા કરવામા આવેલ નથી.
જે પ્રમાણે ધોરણ-૧૦ અને ૧૨ ના નાપાસ થયેલા વિધાર્થીઓ ને શિક્ષણ વિભાગ દ્વારા તક આપવામા આવતી હોય છે તો ધોરણ-૯ અને ૧૧ ના વિધાર્થીઓ ને કેમ આમાંથી વંચિત રાખવામા આવી રહ્યા છે તે પણ ચિંતાનો વિષય છે. આવા વિધાર્થીઓ ના માનસિક પરિસ્થિતિ પર પણ સિધિ રીતે અસર પડી રહી છે. ત્યારે વિધાર્થીઓના વ્યાપક હિત માટે મારી આપ સમક્ષ રજૂઆત છે કે રી-ટેસ્ટનુ આયોજન કરી વિધાર્થીઓ ને ન્યાય આપવામા આવે.જો અમારી માંગણી સંતોષવામા નહીં આવે તો વિધાર્થીઓ ના હિત માટે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામા આવશે.