પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે, શંકાસ્પદની ઓળખ 23 વર્ષીય રોમિયો નાન્સ તરીકે થઈ
શિકાગો
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમેરિકાના શિકાગો નજીક બે જગ્યાએ સાત લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
અમેરિકાના શિકાગોમાં બે જગ્યાએ સાત લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકો એક જ પરિવારના હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટના ઈલિનોઈસ રાજ્યમાં શિકાગો નજીક સ્થિત જોલિએટ માં બની હતી. સોમવારે પોલીસે જણાવ્યું હતું કે બે ઘરની અંદર સાત લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. હાલ પોલીસ હુમલાખોરને શોધી રહ્યી છે.
આ ઘટના અંગે વિગતે સ્થાનિક પોલીસે વિગતે જણાવતા કહ્યું કે ‘અમને હજુ સુધી ગોળીબાર કરવાના કારણ વિશે કોઈ માહિતી મળી નથી, પરંતુ એવી સંભાવના છે કે પીડિતો એક જ પરિવારના સભ્યો હતા. આ મામલે જોલિએટ પોલીસ ચીફ વિલિયમ ઈવાન્સે જણાવ્યું કે સ્થાનિક શેરિફના ડેપ્યુટીઓ અને એફબીઆઈની ટીમોની આ ઘટનામાં મદદ લેવામાં આવી છે. સર્ચ ઓપરેશન ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત અધિકારીએ કહ્યું હતું કે શંકાસ્પદની ઓળખ 23 વર્ષીય રોમિયો નાન્સ તરીકે થઈ હતી.