યુક્રેનની સરહદ નજીક રશિયાનું મિલિટ્રી પ્લેન ક્રેશ થતાં 65 યુદ્ધ બંધકો સહિત 74નાં મોત

Spread the love

રશિયન સરકાર દ્વારા તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી, યુદ્ધ બંધકોને કેદીઓની અદલા-બદલીના કરાર હેઠળ યુક્રેન લઈ જવામાં આવી રહ્યા હતા


મોસ્કો
રશિયા અને યુક્રેન વચ્ચે 2 વર્ષ કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. રોજ આ યુદ્ધમાં બંને દેશોમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે હવે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. રશિયાનું ઈલ્યૂશિન II-76 મિલિટ્રી પ્લેન યુક્રેનની સરહદ નજીક બેલગોરોડમાં ક્રેશ થઈ ગયુ છે. આ વિમાનમાં યુક્રેનના 65 યુદ્ધ બંધકોને લઈ જવામાં આવી રહ્યા હતા. આ વિમાનમાં યૂક્રેનના 65 યુદ્ધ બંધકો સહિત 74 લોકો સવાર હતા. આ તમામના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તમામ લોકોના મોત થઈ ગયા છે. જોકે, રશિયન સરકાર દ્વારા તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી.
રશિયાની એક સરકારી ન્યૂઝ એજન્સીએ રક્ષા મંત્રાલયનો હવાલો આપતા જણાવ્યું કે, યુદ્ધ બંધકોને કેદીઓની અદલા-બદલીના કરાર હેઠળ યુક્રેન લઈ જવામાં આવી રહ્યા હતા. દુર્ઘટના સમયે વિમાનમાં યુદ્ધ બંધકો ઉપરાંત છ ક્રૂ મેમ્બર્સ અને અન્ય ત્રણ લોકો પણ સવાર હતા. રશિયાના ઈલ્યૂશિન II-76 મિલિટ્રી વિમાનને સૈનિકો, સામાન, લશ્કરી સાધનો અને હથિયારોના પરિવહન માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં 90 જેટલા મુસાફરોને લઈ જવાની ક્ષમતા છે.
રશિયાના રક્ષા મંત્રાલયે હાલમાં આ અંગે વધુ માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે, ક્રેમલિનને દુર્ઘટનાની જાણ છે પરંતુ તે અંગે હમણા વધુ ચર્ચા ન થઈ શકે.
રશિયાના સ્થાનિક ગવર્નર વયાચેસ્લાવ ગ્લાડકોવે કહ્યું કે આ ઘટના કોરોચાન્સકી જિલ્લામાં બની છે અને તેઓ ઘટના સ્થળ પર જઈને નિરીક્ષણ કરશે. તપાસકર્તાઓ અને કટોકટી કર્મચારીઓ પહેલાથી જ ઘટના સ્થળ પર હાજર છે.
યુક્રેનની સરદહને અડીને આવેલા બેલગોરોડ વિસ્તારમાં તાજેતરના મહિનાઓમાં યુક્રેન તરફથી અનેક હુમલા કરવામાં આવ્યા છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ત્યાં એક મિસાઈલ હુમલો પણ થયો હતો જેમાં 25 લોકો માર્યા ગયા હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *