હેમંત સોરેનના ઘરમાંથી ઈડીને 36 લાખ રોકડા મળ્યા

Spread the love

કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમ રાજધાની દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત સોરેનના આવાસ પર લગભગ 13 કલાક સુધી રોકાઈ હતી


નવી દિલ્હી
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં મુકાયા છે. ઈડીએ ઝારખંડના સીએમના દિલ્હી સ્થિત આવાસ સહિત ત્રણ ઠેકાણા પર દરોડા પાડ્યા છે. કથિત જમીન કૌભાંડમાં ઘેરાયેલા સોરેનના ઠેકાણા પર સર્ચ ઓપરેશન બાદ એજન્સીએ કેશ, કાર અને દસ્તાવેજ મળ્યા હોવાનો દાવો કર્યો છે. જોકે, તપાસ એજન્સીની સીએમ સોરેન સાથે મુલાકાત નથી થઈ શકી, જેમની રવિવાર સુધી દિલ્હીમાં જ હોવાની સૂચના હતી. ઈડીના સૂત્રોએ જણાવ્યું કે, એસયુવી કાર ઉપરાંત સોરેનના ઠેકાણા પરથી 36 લાખ રોકડ જપ્ત કર્યા છે.
કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમ સોમવારે સવારે રાજધાની દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત સોરેનના આવાસ પર પહોંચી હતી. ટીમ અહીં લગભગ 13 કલાક સુધી રોકાઈ હતી. ઈડીના સૂત્રોએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન સીએમ હેમંત સોરેન બંગલા પર હાજર નહોતા. દરોડા દરમિયાન 36 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. હરિયાણા નંબર પ્લેટવાળી BMW કાર પણ મળી આવી હતી જે ‘બેનામી’ નામથી રજિસ્ટર્ડ છે. આ ઉપરાંત કેટલાક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
ઈડીએ હેમંત સોરેનના ઘરેથી મળેલા કેશની તસવીર પણ જારી કરી છે. આ તસવીરમાં 500ની નોટોના અનેક બંડલ નજર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ રકમ 36 લાખ રૂપિયા છે. મળી આવેલ રોકડ રકમને ઈડીએ જપ્ત કરી લીધી છે.
હવે કથિત જમીન કૌભાંડમાં ઘેરાયેલા મુખ્યમંત્રી હેમંત સોરેનના ‘ગાયબ’ હોવાના બીજેપીના દાવા વચ્ચે ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ તેજ થઈ ગઈ છે. ઝારખંડમાં કંઈક મોટું થવાના એંધાણ છે. ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાનીવાળી સરકારના તમામ ધારાસભ્યોને રાંચીમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેએમએમ, કોંગ્રેસ અને આરજેડી ધારાસભ્યોને ઝારખંડની રાજધાની રાંચી ન છોડવા અને મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી છે જ્યારે ઈડીની ટીમ દિલ્હીમાં સીએમ સોરેનના ત્રણ ઠેકાણા પર સોમવારે પહોંચી હતી પરંતુ સીએમ તેમને તેમના આવાસ પર નહોતા મળ્યા. ભાજપનો દાવો છે કે, સોરેન ભાગી ગયા છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *