ચીની સૈનિકો આ પશુપાલકોને ઘેટા ચરાવવાથી રોકી રહ્યા હતા, જેના કારણે બંને વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી
લદાખ
લદ્દાખમાં એલએસીનજીક ભારતીયો અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. હકિકતમાં લદ્દાખમાં ઘેટાં ચરાવતા પશુપાલકોના જૂથની એલએસીપાસે ચીની સૈનિકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ પશુપાલકોનું આ જૂથ બહાદુરીપૂર્વક ચીની સૈનિકો સામે ઊભું રહી ગયું હતું.
સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ચીની સૈનિકો આ પશુપાલકોને ઘેટા ચરાવવાથી રોકી રહ્યા હતા, જેના કારણે બંને વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. અગાઉ 2020માં ગલવાનમાં સૈનિકો વચ્ચેના સંઘર્ષ બાદ સ્થાનિક પશુપાલકોએ આ વિસ્તારમાં પ્રાણીઓને ચરાવવાનું બંધ કરી દીધું હતું. જે બાદ હવે ફરી એકવાર ચીની સૈનિકોએ પશુપાલકોને ઘેટાં ચરાવવાની મનાઈ કરી દીધી છે. હવે ચીની સૈનિકો સાથે ઉગ્ર દલીલો કરી રહેલા પશુપાલકોએ દાવો કર્યો છે કે તેઓ ભારતીય વિસ્તારમાં છે અને તેમને કોઈ રોકી શકશે નહીં.
આ વચ્ચે ચુશુલ કાઉન્સિલર કોનચોક સ્ટેનઝિ ને સ્થાનિક પશુપાલકોની પ્રશંસા કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, “પૂર્વી લદ્દાખના સરહદી વિસ્તારોમાં પેંગોંગના ઉત્તરી કાંઠે પશુપાલકોને તેમના અધિકારોનો દાવો કરવા સુવિધા આપવા માટે @FireFuryCorps_આઈએદ્વારા કરવામાં આવેલી હકારાત્મક અસર જોવાનો આનંદ છે.” “હું આવા મજબૂત નાગરિક-લશ્કરી સંબંધો જાળવવા અને સરહદ વિસ્તારની વસ્તીના હિતોનું ધ્યાન રાખવા બદલ ભારતીય સેનાનો આભાર માનું છું.”