દેશની મતદાર યાદીમાં 1.66 કરોડ નામ કાઢી, 2.68 કરોડ નામ ઉમેરાયા

Spread the love

મતદારોની સંખ્યા વધીને 97 કરોડ થઈ, આસામ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણાની મતદાર યાદીમાં સુધારો કરવામાં આવ્યો નથી


નવી દિલ્હી
લોકસભા ચૂંટણી પહેલા ભારતીય ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 1.66 કરોડથી વધુ નામો કાઢીને સુધારેલી યાદીમાં 2.68 કરોડથી વધુ મતદારોને જોડવામાં આવ્યા છે. મતદારોની સંખ્યા વધીને 97 કરોડ થઈ ગઈ છે.આસામ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણાની મતદાર યાદીમાં સુધારો કરવામાં આવ્યો નથી. આ આંકડાઓ ચૂંટણી પંચ દ્વારા 2 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દ્વારા શેર કરવામાં આવ્યા હતા, જે સેવ ધ કોન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (પીઆએલ) પર સુનાવણી કરી રહી છે, જેમાં મતદાર યાદીમાં ડુપ્લિકેટ નામો શોધવા અને દૂર કરવાની માગ કરવામાં આવી હતી.
બંધારણ બચાવો ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી હતી. આ અરજીમાં મતદાર યાદીમાંથી ડુપ્લીકેટ નામો કાઢી નાખવામાં આવે અને તેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. પીઆઈએલની સુનાવણી કરતી સીજેઆઈ ડી.વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે ચૂંટણી પંચ પાસેથી વિગતો માગી હતી. ચૂંટણી પંચે એવા લોકોના આંકડા રજૂ કર્યા જેમના નામ મૃત્યુ અથવા નામના રિપીટ થવાને કારણે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આ મામલે આગામી સુનાવણી 12મી ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
એડવોટેક અમિત શર્માએ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચની એફિડેવિટ રજૂ કરતા કહ્યું કે, ‘પહેલી જાન્યુઆરી 2024 સુધીમાં કુલ 2,68,86,109 નવા મતદારો ઉમેરવામાં આવ્યા છે, જ્યારે 1,66,61,413 નામ લોકોના મૃત્યુ, ડુપ્લિકેશન અથવા અન્ય જગ્યાએ સ્થળાંતર થવાને કારણે દૂર કરવામાં આવ્યા છે. હાલમાં દેશમાં 96,82,54,560 મતદારો નોંધાયેલા છે. તેમાંથી 1.83 લોકો 18 થી 19 વર્ષની વયજૂથના છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે.’

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *