પાણી અને હવામાં કામ કરી શકે એવું ડ્રોન બનાવાયું

Spread the love

દરિયા કિનારા અને નદીઓ પર ઓઈલ લીકને પણ પકડી પાડશે, પાણીની અંદરના ધોવાણ અને પાણીમાં પ્રદૂષકોના સ્તરને શોધી શકશે

જોધપુર

દેશની આઈઆઈટી સંસ્થાઓના વિદ્યાર્થીઓએ અનેકવાર અવનવી શોધો કરતા રહે છે જેના ભરપૂર વખાણ પણ થાય છે. હવે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) જોધપુરના વિદ્યાર્થીઓએ અનોખી શોધ કરી છે. આઈઆઈટી જોધપુરના વિદ્યાર્થીઓએ સાથે મળીને એક ફ્લાઈંગ (ઉડતું) ડ્રોન બનાવ્યું છે જેની કલ્પના લોકો સપનામાં કરતા હતા. 

વિજ્ઞાનની ભાષામાં કહીએ તો વિદ્યાર્થીઓએ એક રોબસ્ટ કન્ટ્રોલ સિસ્ટમ ડિજાઈન કરી છે જે પાણી અને હવા બંનેમાં કામ કરવામાં સક્ષમ છે. આ હાઇબ્રિડ ડ્રોન ખૂબ જ ઉપયોગી છે. તે દરિયા કિનારા અને નદીઓ પર ઓઈલ લીકને પણ પકડી પાડશે. આ સાથે તે પાણીની અંદરના ધોવાણ અને પાણીમાં પ્રદૂષકોના સ્તરને શોધી શકશે. 

આ ડ્રોનને ચલાવવા માટે એક મેથેમેટિકલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી જેથી કરીને આ સંશોધનને વધુ કાર્યક્ષમ બનાવી શકાય. તેનો ઉપયોગ લાઈફગાર્ડ બચાવ કામગીરીમાં કરી શકાશે. આ ઉપરાંત તે પાણીની અંદર અને એરિયલ ફોટોગ્રાફી પણ કરી શકશે. 

આઈઆઈટી જોધપુરની ટીમે આ ડ્રોનને એનહિંગાસ પક્ષીથી પ્રેરણા લઈને બનાવ્યું છે, જે જમીન અને પાણીની નીચે બંને જગ્યાએ ચાલવા સક્ષમ છે. તેના આધારે રિસર્ચ ટીમે વોટરપ્રૂફિંગથી બનેલો 3-ડી પ્રોટોટાઈપ બનાવ્યો હતો. આ સાથે રિમોટ કંટ્રોલ (RC) ટ્રાન્સમિશનનો ઉપયોગ કરીને હવામાં, પાણીની સપાટી પર અને પાણીની અંદર આ ડ્રોનના પ્રોટોટાઇપનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

જે પેપરમાં આ રિસર્ચનો ઉલ્લેખ કરાયો છે તે આઈઆઈટી જોધપુરના ડો. જયંત કુમાર મોહંતા અને રિસર્ચ વિજ્ઞાની જય ખત્રી, આઈઆઈટી કાનપુરના પ્રોફેસર સંદીપ ગુપ્તા અને આઈઆઈટી પલક્કડના પ્રોફેસર સંતકુમાર મોહન દ્વારા લખવામાં આવ્યું છે. આઈઆઈટી જોધપુરના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સહાયક પ્રોફેસર ડૉ. જયંત કુમાર મોહંતાએ જણાવ્યું હતું કે આ પ્રોટોટાઇપ પાણી પર જહાજની જેમ આગળ વધી શકે છે, હવામાં ઉડી શકે છે અને પાણીમાં ડૂબી જાય ત્યારે પણ નેવિગેટ કરી શકે છે. હાલમાં તે 15 મિનિટ ઉડી શકે છે અને 8 કલાક પાણીની અંદર રહી શકે છે.  આ ટેક્નોલોજી હાલમાં અમેરિકા અને ચીન જેવા ખૂબ જ ઓછા દેશો પાસે છે. 

Total Visiters :186 Total: 1497531

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *