મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો, એક પણ બેઠક નથી આપવામાં આવી, મેં મારું રાજીનામું મોકલી દીધું છેઃ પારસ
પટણા
બિહારમાં એનડીએમાં બેઠક વહેંચણીનો ઉકેલ લાવી દેવાયો છે. બેઠક વહેંચણીને લઈને હવે ગઠબંધનની પાર્ટીઓમાં નારાજગી પણ સામે આવવા લાગી છે. ખાલી હાથ રહેલા પશુપતિ પારસની નારાજગી ચર્ચામાં છે, તો રાષ્ટ્રીય લોક મોર્ચાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા પણ નારાજ છે. ત્યારે હવે મોટા સમાચાર મળી રહ્યા છે કે, પશુપતિ પારસ એનડીએથી અલગ થયા છે. આરએલજેપી અધ્યક્ષ પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપવાનું એલાન કરી દીધું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજીનામાં અંગે વાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો. એક પણ બેઠક નથી આપવામાં આવી. મેં મારું રાજીનામું મોકલી દીધું છે.’