એક શખ્સ ડિલીવરી એજન્ટ સાથે વિવાદ, ખરાબ રીતે ટ્રિટમેન્ટ, અપશબ્દો બોલે છે અને રેસિસ્ટ કોમેન્ટ પણ કરી

ટોરેન્ટો
કેનેડાથી એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક દક્ષિણ એશિયન પિત્ઝા ડિલીવરી એજન્ટ સાથે દુર્વ્યવહાર કરાઈ રહ્યો છે. આ દરમિયાન ડિલીવરી એજન્ટ સાથે વિવાદ, ખરાબ રીતે ટ્રિટમેન્ટ કરવામાં આવી રહી છે. તે એને અપશબ્દો પણ બોલી રહ્યા છે અને રેસિસ્ટ કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વાયરલ થયા પછી અત્યારે ઠેર ઠેર આ પ્રમાણેની ઘટનાની નિંદા થઈ રહી છે.
ઘણીવાર લોકો સોશિયલ મીડિયા કોન્ટેન્ટ માટે કોઈપણ હદ સુધી જતા હોય છે. તાજેતરમાં જ કેનેડાથી એવો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક દક્ષિણ એશિયન પિત્ઝા ડિલીવરી એજન્ટ સાથે કસ્ટમર સતત વાદ વિવાદ અને વિચિત્ર હરકતો કરતો નજરે પડી રહ્યો છે. આનું કારણ એવું હતું કે આ ડિલિવરી એજન્ટ જે આવ્યો હતો તેની પાસે ચેન્જ નહોતા, જેથી કરીને તેણે કહ્યું કે સર તમે ઓનલાઈન પેમેન્ટ કરી દો પરંતુ તેણે ના પાડી દીધી કે મારે તો કેશ જ આપવા છે. તારી પાસે ચેન્જ નથી એ તારો પ્રશ્ન છે અને આ અંગે પછી ચર્ચાઓ ગરમાઈ હતી.
એટલું જ નહીં આ કસ્ટમર સતત ડિલિવરી એજન્ટને તેના રૂપ રંગ અને અન્ય પ્રાદેશિક વસ્તુઓને લઈને અપશબ્દો બોલતો નજરે પડી રહ્યો છે. આની સાથે જ તેના પર કોમેન્ટ કરી બોલી રહ્યો છે અને જોકર પણ કહી રહ્યો છે. તે ટિકટોક પર પોતાના કન્ટેન્ટને રેકોર્ડ કરીને પછી આ વીડિયો વાયરલ કરવાની ફિરાકમાં પણ છે. જોકે આ દરમિયાન તેણે પોતાનો ચહેરો નહોતો બતાવ્યો ખાલી કોન્ટેન્ટ વાયરલ કર્યું હતું.
વીડિયોમાં ગુસ્સામાં કસ્ટમર ડિલિવરી એજન્ટને 20 ડોલર આપી રહ્યો છે જે દરમિયાન તે ચેન્જ માટે વિવાદ કરી રહ્યો છે. આ વીડિયોનાં કેપ્શનમાં તેણે લખ્યું કે મારા અને પિત્ઝા મેન વચ્ચે બબાલ થઈ. તે ડિલિવરી એજન્ટને કહી રહ્યો હતો કે તારી પાસે ચેન્જ કેમ નથી. આ તારી ભૂલ છે. કેમ તને એવું લાગી રહ્યું છે કે મેં પહેલા ક્યારેય જમવાનું મંગાવ્યું નહીં હોય. ડમી, બુદ્ધુ તું અત્યારે જ તારા ઓફિસમાં ફોન કર અને ચેન્જ લઈ આવ.
ત્યારપછી ડિલીવરી એજન્ટ ફોન કરે છે અને કહે છે કે અહીં એક કસ્ટમર મને અપશબ્દો બોલી રહ્યો છે, શું હું મારો ઓર્ડર પરત લઈ શકું છું? મારી પાસે આને આપવા માટે ચેન્જ નથી. કસ્ટમર સર્વિસ સાથે વાત કરીને આ વ્યક્તિ કહી રહ્યો છે કે ઓર્ડર મને પાછો આપી દો. હું ચેન્જ લઈને આવીશ પછી તમને ઓર્ડર આપી દઈશ.
ત્યારપછી કસ્ટમર ફરીથી ખરાબ વર્તન કરવા લાગ્યો અને એજન્ટને કહ્યું કે લે આ રહ્યો ઓર્ડર નીચે પડ્યો છે જાતે જ ઉઠાવી લે. આ દરમિયાન તે ગંદી ગંદી વાતો બોલવા લાગ્યો એટલું જ નહીં તે ચિડાઈ જાય છે. તેને કસ્ટમર કેરમાંથી પણ ફોન આવે છે પરંતુ તે ઉઠાવતો નથી. આ સમયે એજન્ટે જેવું તેનું પાર્સલ ઉઠાવ્યું કે તરત આ વ્યક્તિ બોલવા લાગ્યો કે તને તો નોકરીમાંથી કાઢી મૂકવો જોઈએ. ડિલીવરી એજન્ટ આખા વીડિયોમાં ચૂપચાપ રહે છે અને છેવટે બોક્સ લઈને જતો રહે છે. જ્યારે કસ્ટમર સતત તેને અપશબ્દો જ બોલતો નજરે પડે છે.
આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર સખત વાયરલ થઈ રહ્યો છે અને લોકો આવા કસ્ટમરની હરકતની નિંદા કરી રહ્યા છે. આના સિવાય ઘણા લોકો તેના દ્વારા ડિલીવરી એજન્ટ પર રેસિસ્ટ કોમેન્ટ કરીને પણ ભડક્યા છે. ઘણા લોકોએ કહ્યું કે દક્ષિણ એશિયન દેશોથી લોકો કેનેડામાં જઈને નોકરી કરે છે અને તેમની સાથે આવો જ વ્યવહાર કરવામાં આવે છે.