આ ગાઉન બનાવવામાં ત્રણ માસ લાગ્યા, ટ્રકમાં બેસીને ઈવેન્ટમાં જવું પડ્યું

મુંબઈ
ઉર્ફી જાવેદ તેના અતરંગી ડ્રેસિંગને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. તેના રિવીલિંગ ડ્રેસને કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવે છે. ફરી એક વખત તેની ડ્રેસિંગ-સેન્સ ચર્ચાનો વિષય બની છે. તેણે બ્લુ કલરનો એક હેવી ગાઉન પહેર્યો હતો. એનું વજન સો કિલો છે. ઉર્ફીએ જણાવ્યું કે આ ગાઉન બનાવવામાં બેથી ત્રણ મહિના લાગી ગયા હતા. આવો ભારે ડ્રેસ પહેરીને તેણે સૌને ચોંકાવી દીધા હતા. ડ્રેસને સંભાળવો એટલું મુશ્કેલ હતું કે તેને ટ્રકમાં આવવું પડ્યું હતું. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઉર્ફીએ કૅપ્શન આપી, હું જ્યાં ઊભી રહી જાઉં છું ત્યાંથી જ રેડ કાર્પેટની શરૂઆત થાય છે.