રિલાયન્સ રિટેલ અને ASOS પાર્ટનર ભારતમાં ASOSની પોતાની બ્રાન્ડ્સ પ્રસ્તુત કરશે

Spread the love

રિલાયન્સ રિટેલ ભારતમાં ASOSની પોતાની બ્રાન્ડ માટે મલ્ટિ-ચેનલ ઉપસ્થિતિને સ્થાપિત કરશે

મુંબઈ

ભારતની અગ્રણી રિટેલરરિલાયન્સ રિટેલ તથા 20 જેટલાથી યુકેની અગ્રણી ઓનલાઈન ફેશન રિટેલર ASOS દ્વારા ભારતમાં ફેશન ક્ષેત્રની ક્ષિતિજોની પુનઃવ્યાખ્યા કરવાના ઉદ્દેશ સાથે લાંબાગાળાની ભાગીદારી કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક ભાગીદારીએ ભારતીય ઉપભોક્તાઓ સમક્ષ વિશ્વ સ્તરીય રિટેલ અનુભૂતિની સાથે અતુલ્ય પસંદગીઓ પ્રસ્તુત કરવાની વચનબદ્ધતાની દિશામાં નોંધપાત્ર સીમાચિહ્ન સર કર્યું છે.

લાંબા-ગાળાના લાઈસન્સિંગ કરાર હેઠળ, રિલાયન્સ રિટેલ ભારતમાં તમામ ઓનલાઈન તેમજ ઓફલાઈન ચેનલ્સ સંબંધે ASOS માટે એક્સક્લુઝિવ રિટેલ ભાગીદાર રહેશે. ઓમ્ની-ચેનલ રિટેલ નેટવર્ક્સ પર ઓપરેટ કરવાના પોતાના વ્યાપક અનુભવનો લાભ ઉઠાવીને રિલાયન્સ રિટેલ દ્વારા ફેશન-અગ્રણીના પોતાના બ્રાન્ડ લેબલ્સને ASOS માટેની મલ્ટિ-ચેનલ ઉપસ્થિતિ તેમજ રિટેલ ફોર્મેટ્સની વૈવિધ્યપૂર્ણ શ્રેણીના માધ્યમે ભારતીય બજારો સમક્ષ પ્રસ્તુત કરશે, જેમાં એક્સક્લુઝિવ બ્રાન્ડ સ્ટોર્સ, મલ્ટિ-બ્રાન્ડ સ્ટોર એક્સપ્રેશન્સ તથા ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે.

ફેશન-લવિંગ 20-સમથિંગના પ્રાપ્તિસ્થાન તરીકે, ASOS એ ભારતના સૌથી મોટા ઓમ્ની-ચેનલ રિટેલ નેટવર્ક્સની સાથે ઓપરેટ કરવાની રિલાયન્સ રિટેલ્સની અતુલ્ય ક્ષમતા સાથે સહજતાથી જોડાઈ રહી છે. આ જોડાણ થકી લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સને શોધવા અને તેની સાથે જોડાવાની ભારતીય ઉપભોક્તાઓની રીતરસમમાં ક્રાંતિકારી પરિવર્તન આણવાનું વચન અપાય છે. આ કરાર એ ASOSની સૌપ્રથમ રાષ્ટ્ર-વ્યાપી એક્સક્લુઝિવ રિટેલ ભાગીદારી છે.

આ ભાગીદારી વિશે ટિપ્પણી કરતા, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડાયરેક્ટરઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “આપણા ફેશન પરિવારમાં ASOSનું સ્વાગત કરતા હું રોમાંચ અનુભવું છે, જેના થકી વૈશ્વિક ટ્રેન્ડ્સની નાડ પારખીને તેની ભારતીય સ્ટોર્સમાં પ્રસ્તુતિ કરવાની અમારી કટિબદ્ધતામાં અમે હરણફાળ ભરી છે. આ ભાગીદારી ભારતના પ્રિમયર રિટેલ ડેસ્ટિનેશન તરીકેના અમારા સ્ટેટસને પ્રસ્થાપિત કરે છે, તેમજ એ સુનિશ્ચિત કરે છે કે અમારા ગ્રાહકોને તેમની ખેવના મુજબની અત્યાધુનિક ફેશન સ્ટાઈલ્સ સુધી પહોંચ પ્રાપ્ત થતી રહે.”

જ્યારે ASOSના CEO, જોસ એન્ટોનિયો રામોસે જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ દુનિયાભરના ફેશનપ્રેમીઓને લેટેસ્ટ તથા શ્રેષ્ઠ ટ્રેન્ડ્સ સુધી પહોંચ પૂરી પાડીને તેઓ જે બનવા માગે છે તે બનવાનો આત્મવિશ્વાસ પૂરો પાડવાનો છે. રિલાયન્સ રિટેલ સાથે મળીને, અમે અમારી ફેશન-અગ્રણી પોતાની-બ્રાન્ડ્સની ભારતના ગ્રાહકો સમક્ષ આ વિશ્વની સૌથી મોટી બ્રિટિશ ફેશન બ્રાન્ડ્સમાંની એક ASOSની સાથે પ્રસ્તુતિ કરવાનો રોમાંચ અનુભવી રહ્યા છીએ.”

Total Visiters :308 Total: 1502633

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *