– યુટીટીની આગામી સિઝન 22 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન ચેન્નાઈમાં યોજાશે
નવી દિલ્હી
અનુભવી ખેલાડી અચંતા શરત કમલ અને મણિકા બત્રા એ 5 ભારતીય પેડલર્સમાં સામેલ છે જેમને અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) 2024 પહેલા તેમની સંબંધિત ફ્રેન્ચાઈઝીઓ દ્વારા રિટેન કરાયા છે. યુટીટીની આગામી સિઝન 22 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી ચેન્નાઈનાં જવાહરલાલ નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં રમાશે.
ગત સિઝનમાં રનર અપ રહેલ ચેન્નાઈ લાયન્સે દિગ્ગજ શરત કમલને જાળવી રાખ્યો છે, જ્યારે બેંગલુરુ સ્મેશર્સે સર્વોચ્ચ રેન્કિંગવાળી ભારતીય મણિકા બત્રા સાથે ટાઈટલ માટેના પ્રયાસને આગળ વધારવાના વિકલ્પની પસંદગી કરી છે. આ ફ્રેન્ચાઈઝીએ આગામી સિઝન માટે પોતાના ટોચનાં પેડલર્સને સાથે જાળવી રાખવાના નિર્ણયને પ્રાથમિકતા આપી છે.
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI) નાં સમર્થન સાથે નીરજ બજાજ અને વીતા દાની દ્વારા પ્રમોટેડ આ ફ્રેન્ચાઈઝ બેઝડ લીગ 2017માં પોતાની સ્થાપ્ના બાદથી જ ભારતીય ટેબલ ટેનિસ માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે. પ્રથમવાર આ લીગમાં આઠ ટીમો ઉતરશે, જે યુવા ભારતીય પેડલર્સને વિશ્વનાં શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપશે. આ મહત્ત્વપૂર્ણ વિસ્તારનો હેતુ સ્તરને વધુ ઊંચાઈ એ લઈ જવાનો અને રમતની અંદર વિકસતી પ્રતિભાઓના વિકાસનો રહેલો છે.
ગત ચેમ્પિયન ગોવા ચેલેન્જર્સે હરમીત દેસાઈને પોતાની સાથે જાળવી રાખ્યો છે. હરમીતે ગત સિઝનમાં ગોવા ચેલેન્જર્સની સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે સાથિયાન જ્ઞાનસેકરન દબંગ દિલ્હી ટીટીસી સાથે જોડાયેલો રહેશે. યુ મુમ્બા ટીટીએ પ્રતિભાશાળી યુવા માનવ ઠક્કરની સાથે પોતાનો કરાર વધુ એક સિઝન માટે લંબાવ્યો છે.
યુટીટી પ્રમોટર્સ નીરજ બજાજ અને વીતા દાણીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે,”ગત અમુક વર્ષોમાં, ફ્રેન્ચાઈઝીઓને ના માત્ર ટાઈટલ જીતાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પોતાના સ્ટાર ખેલાડી આસપાસ પોતાની ટીમની કોર તૈયાર કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યુટીટી 2024 માટે ખેલાડીઓને બનાવી રાખવામાં આ જ વિચારસરણી જોવા મળી રહી છે. કારણ કે, અમે જોઈ રહ્યાં છીએ કે પાંચેય ફ્રેન્ચાઈઝી એ વધુ એક સિઝન માટે પોતાના સ્ટાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે.”
લીગના નિયમ અનુસાર, 6 વર્તમાન ફ્રેન્ચાઈઝીને એક ભારતીય ખેલાડીને જાળવી રાખવાની મંજૂરી હતી. પુનેરી પલ્ટન ટેબલ ટેનિસે કોઈપણ ખેલાડીને રિટેન ના કરવાનો નિર્ણય લીધો. આ રીતે 2 નવી ટીમો જયપુર પેટ્રિયટ્સ અને અમદાવાદ એસજી પાઈપર્સ પ્લેયર્સ ડ્રાફ્ટ પહેલા પોતાના પસંદગીના ખેલાડીઓને ટીમ સાથે જોડશે. પ્રથમ રાઉન્ડમાં માત્ર 3 ખેલાડીની પસંદગી થઈ શકશે. નવી સિઝનનું કાઉન્ટ ડાઉન તમામ 8 ટીમો માટે 1 ભારતીય અને 1 વિદેશી કોચની પસંદગી કરવાની પ્રક્રિયાથી શરૂ થયું હતું. હવે તેઓ 6 ખેલાડીઓની ટીમ બનાવવાનો પ્રયાસ કરશે, જેમાં 4 ભારતીય અને 2 વિદેશી (1 પુરુષ અને 1 મહિલા) સામેલ થશે.
નવી સિઝનમાં 2 વધુ ટીમો સામેલ થવાને કારણે ટૂર્નામેન્ટનાં ફોર્મેટમાં પણ ફેરફાર જોવા મળશે. 8 ટીમને 4-4નાં 2 ગ્રૂપમાં વહેંચવામાં આવશે. દરેક ફ્રેન્ચાઈઝી લીગ તબક્કા દરમિયાન 5 મુકાબલા રમશે, જેમાં તે પોતાના ગ્રૂપની બાકીની 3 ટીમ સાથે અને બીજા ગ્રૂપની રેન્ડમ 2 ટીમો સામે 1-1 મેચ રમશે. જે પછી દરેક ગ્રૂપની ટોચની 2 ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરશે.
રિટેન કરવામાં આવેલા ખેલાડીઓઃ
ચેન્નાઈ લાયન્સઃ અચંત શરત કમલ
દબંદ દિલ્હી ટીટીસીઃ સાથિયાન જ્ઞાનસેકરન
ગોવા ચેલેન્જર્સઃ હરમીત દેસાઈ
પીબીસી બેંગલુરુ સ્મેશર્સઃ મણિકા બત્રા
યુ મુમ્બા ટીટીઃ માનવ ઠક્કર
(પુનેરી પલ્ટન ટેબલ ટેનિસ, જયપુર પેટ્રિયટ્સ અને અમદાવાદ એસજી પાઈપર્સ ખેલાડી ડ્રાફ્ટ અગાઉનાં રાઉન્ડમાં પસંદગીનાં 3-3 ખેલાડીઓ ટીમ સાથે જોડી શકશે.)