ભારત નવા પ્રકારના સાયબર યુદ્ધની મદદ લઈ રહેલા પ્રતિસ્પર્ધીઓથી તેની રાષ્ટ્રીય સુરક્ષા સામે વધતા જોખમનો સામનો કરી રહ્યું છેઃ પ્રહરનો રિપોર્ટ

Spread the love

વર્ષ 2033 સુધીમાં ભારત પરના સાયબર હુમલા વધીને વર્ષે 1 ટ્રિલિયન જેટલા થવાનો અંદાજ છે, દેશ જ્યારે 100 વર્ષનો થશે ત્યારે તે 2047 સુધીમાં વધીને 17 ટ્રિલિયન સુધી પહોંચશે

  • ભારતનું વધી રહેલું વૈશ્વિક કદ તેની નબળાઈઓ અને હુમલાના જોખમને વધારી રહ્યું છે
  • ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ અને ગેમિંગ માટે લોકોની વધી રહેલી ભૂખ તેમને ગેરકાયદેસર ઓફશોર સટ્ટા અને જુગાર પ્લેટફોર્મ્સ તરફ ધકેલે છે જે તેમને આધુનિક સાયબર હેરફેર માટે સંવેદનશીલ બનાવે છે અને તેમને રાજ્ય પરના હુમલા માટેના ટૂલ્સમાં ફેરવી દે છે
  • સુપર સાયબર ફોર્સ અને સર્જિકલ સ્ટ્રાઇક્સની જરૂર છે. સાયબર સ્પેસ હવે નવું યુદ્ધક્ષેત્ર છે અને ભારતે હવે આક્રમક બનવું જ પડશે. અન્ય હસ્તક્ષેપોમાં આધુનિક ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળતામાં વધારો, વ્હાઇટલિસ્ટિંગ ડિજિટલ એપ્સ અને પ્લેટફોર્મ્સ તથા નાગરિકોને શિક્ષિત કરવાનો સમાવેશ થાય છે
  • જ્યાં સુધી ભારત સર્વાંગી સાયબર પોલિસી અને અમલીકરણ વ્યૂહરચના નહીં બનાવે ત્યાં સુધી ઓળખી શકાય તેવા કાયદેસરના પ્લેટફોર્મ્સને નિયંત્રિત કરવાથી નાગરિકો ડાર્ક વેબ ઓપરેટર્સના હાથમાં ધકેલાઇ શકે છે

નવી દિલ્હી

વૈશ્વિક તાકાત તરીકે ભારતના ઉદય સામેદેશની અંદરના અને સીમાઓથી પારના પ્રતિસ્પર્ધીઓ તરફથી સ્થિર અને પદ્ધતિસરના સંકલિત પ્રયાસોથી જોખમ ઊભું થઈ રહ્યું છે. બિન-નફાકારી સંસ્થા ‘પ્રહર’ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક રિપોર્ટમાં આ જણાવવામાં આવ્યું છે જે જાહેર ક્ષેત્રના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેનો ઉકેલ નહીં આવે તો ભારતીય નાગરિકો નિઃસહાય બની શકે છે.

વિશ્વભરમાં નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં સાયબર હુમલામાં 76 ટકાનો વધારો થયો છે અને તેનો સૌથી વધુ ભોગ બનેલા દેશોમાં ભારત પણ સમાવિષ્ટ છે. આ વધારો વિવિધ ઉદ્યોગોમાં મજબૂત સાયબર સુરક્ષા પગલાની જરૂરિયાત દર્શાવે છે, ખાસ કરીને સાયબર ગુનેગારો દ્વારા વધુને વધુ લક્ષ્ય બનાવતા ક્ષેત્રોમાં.

વર્ષ 2023માં દેશમાં 79 મિલિયનથી વધુ સાયબર હુમલા થયા હતા જે આવા બનાવોની સંખ્યાની બાબતે સમગ્ર વિશ્વમાં ભારતને ત્રીજા સ્થાને મૂકે છે. ગત વર્ષ કરતાં આમાં 15 ટકાનો વધારો થયો છે. 2024માં પણ આ વધારો ચાલુ જ છે. પહેલા ત્રિમાસિક ગાળામાં  રિપોર્ટમાં જણાવાયું હતું કે સાયબર હુમલામાં તીવ્ર વધારો થયો છે અને ત્રણ જ મહિનામાં 500 મિલિયનથી વધુ બનાવો નોંધાયા છે. આ ઉપરાંત, તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટમાં 2023ના બીજા ત્રિમાસિક ગાળાની સરખામણીએ 2024ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન સાયબર હુમલામાં 46 ટકાનો વધારો થયો છે.

2024ના પહેલા ચાર મહિનામાં ભારતીયોએ સાયબર હુમલામાં રૂ. 1,750 કરોડથી વધુ ગુમાવ્યા છે જે નેશનલ સાયબરક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર 7,40,000 ફરિયાદોમાં નોંધાયા છે.

અમારા આંકડાકીય અંદાજો મુજબ જો ધ્યાન નહીં આપવામાં આવે તો ભારતમાં વર્ષ 2033 સુધીમાં વર્ષે લગભગ 1 ટ્રિલિયન સાયબર હુમલા થશે અને દેશ 2047માં 100 વર્ષનો થશે ત્યાં સુધીમાં દેશમાં 17 ટ્રિલિયન સાયબર હુમલાનો ટાર્ગેટ બની જશે. આ ચોંકાવનારો વધારો દેશની સુરક્ષા માટે મજબૂત, મોટાપાયે સાયબર સુરક્ષા પગલાંની તાતી જરૂરિયાત સૂચવે છે.

આ નવા જોખમના ક્ષેત્રે સાયબર હુમલા અથવા સાયબર યુદ્ધ સૌથી મોટો સંભવિત ખતરો છે જે ભારત સામે ઊભો થઈ રહ્યો છે. મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેકિંગ અને તેના નાગરિકોનું ગેરકાયદેસર સટ્ટાકીય એપ પર જે થઈ રહ્યું છે તે આધુનિક રીતે મેનીપ્યુલેશન આ નવા પ્રકારની નબળાઈઓ અને હુમલાના મહત્વના ઘટકો છે.

‘The Invisible Hand’શીર્ષક હેઠળનો રિપોર્ટ પ્રહર દ્વારા નવી દિલ્હીમાં આજે બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આંતરદ્રષ્ટિપૂર્ણ અને યોગ્ય ભલામણો સાથેનો હોય તે સુનિશ્ચિત કરવા માટે પ્રહરે વિવિધ ક્ષેત્રો, ખાસ કરીને સાયબર વિશ્વ અને સાયબર જોખમોની જટિલતાઓ અંગે સારી રીતે પરિચિત હોય તેવા અગ્રણી નિષ્ણાંતો પાસેથી વ્યાપક ઇનપુટ્સ અને સલાહ-મસલતો મેળવી હતી. સરકારના ભૂતપૂર્વ ઉચ્ચ સ્તરના અધિકારીઓ, ટેક્નો-લીગલ એક્સપર્ટ્સ, ક્રિમિનોલોજીસ્ટ અને સાયબર સિક્યોરિટી સ્પેશિયાલિસ્ટ્સ સહિતના નિષ્ણાંતોએ આ રિપોર્ટની ભલામણો વધારવા માટે બહુમૂલ્ય પરિપ્રેક્ષ્યો પૂરા પાડ્યા હતા.

આ રિપોર્ટમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સ્થિરતાને જોખમમાં મૂકતી ઘૂસણખોરીની ઉભરતી નવીનવી પદ્ધતિઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પડોશી દેશોમાં તાજેતરની રાજકીય ઉથલપાથલથી શંકાઓ ઊભી થઈ છે કે ત્યાંથી છુપી અનેઆયોજનબદ્ધ વ્યૂહરચના ઘડાતી હોઈ શકે છે. ગેરકાયદેસર ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સંવેદનશીલ લોકો, ખાસ કરીને આર્થિક રીતે અસ્થિર યુવાનોનું શોષણ કરવાના અત્યાધુનિક તથાસંકલિત પ્રયાસો થઈ શકે છે.

ભારત સરકારના નિવૃત્તિ જોઇન્ટ સેક્રેટરી ભાર્ગવ મિત્રાએ જણાવ્યું હતું કે “ભારતની વૃદ્ધિની વાર્તાની સાથે આંતરિક અને બાહ્ય બંને સ્તરેથી ભારતની મુખ્ય શક્તિઓના ભાગોને ડામવા, નુકસાન પહોંચાડવા, નીચા દેખાડવા અને વિખેરી નાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ વલણ વધી રહ્યું  છે. આ લક્ષ્યાંકોને કાળજીપૂર્વક પસંદ કરવામાં આવ્યા છે, જેમાં આર્થિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક નૈતિકતા જેવા ભારતના સૌમ્ય પાસાંને આવરી લેવાય છે. બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓ એ પડકારોની ભયંકર યાદ અપાવે છે કે જે દ્રઢ અને ષડયંત્રકારી વિરોધીઓ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સામે રજૂ કરી શકે છે. એમ લાગે છે કે બાંગ્લાદેશ કદાચ ભારતને ઘેરી લેવા અને તેને દક્ષિણ એશિયા ક્ષેત્ર સુધી જ સીમિત રાખવાની યોજનાની સાંકળની છેલ્લી કડી હતી.”

સાયબર હુમલા પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા, પ્રહરના નેશનલ કન્વીનર અને પ્રેસિડેન્ટ અભય મિશ્રાએ જણાવ્યું હતું કે, “સાયબર હુમલાના બે પ્રકાર છે. પહેલા પ્રકારમાં પરંપરાગત હેકર્સનો સમાવેશ થાય છે જેઓ નાણાંકીય લાભ અથવા વિક્ષેપ માટે સિસ્ટમમાં નબળાઈઓનો ઉપયોગ કરે છે. બીજુંઅને તેનાથી વધુ કપટી સ્વરૂપ નાગરિકોને લક્ષ્ય બનાવે છે અનેતેમને ચાલાકી, બળજબરી અથવા ધમકીઓ દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે ભરતી કરે છે. ગેરકાયદે સટ્ટાબાજીની એપ્સ પર આવી યુક્તિઓનો ઉપયોગ થવાની સંભાવના છે. આ યુક્તિ બાંગ્લાદેશમાં લાગુ કરાયેલા અભિગમો સાથે પણ મળતી આવે છે, જ્યાં પ્રતિસ્પર્ધીઓ સામાન્ય નાગરિકોને અસ્થિરતાના સાધનોમાં ફેરવવામાં સફળ રહ્યા હતા અનેઅંદરથી સરકારી સંસ્થાઓને નબળી પાડી રહ્યા હતા. ભારતની સુરક્ષા એજન્સીઓએ આવી શક્યતાઓની વ્યાપક તપાસ કરવી જોઈએ.”

તાજેતરના વર્ષોમાં ગેરકાયદે પ્લેટફોર્મનો ખાસ્સો પ્રસાર થયો છે. ભારતના નિયમનક્ષેત્રની બહાર રહેલા આ વિદેશી માલિકીના પ્લેટફોર્મખાસ કરીને પૈસા માટે યુવાનોને લક્ષ્ય બનાવે છે અને તેનું શોષણ કરે છે અને પછી તે જ નાણાંને દેશમાં પાછા મોકલવામાં આવે છે જેથી મુશ્કેલી ઊભી થાય.

ગેરકાયદેસર ઓનલાઈન જુગારનું પ્રમાણ આશ્ચર્યજનક છે. કેટલાક અંદાજો મુજબ અસંદિગ્ધ જુગારીઓ દ્વારા થતા નુકસાનનો આંકડો રૂ. 1 લાખ કરોડ (અંદાજે 12 અબજ યુએસ ડોલર) કરતાં વધી શકે છે. ગેરકાયદે ઓફશોર સટ્ટાબાજી એપ્લિકેશન્સ દ્વારા થતા વ્યવહારો વાર્ષિક રૂ. 2 લાખ કરોડ (લગભગ 24 અબજ યુએસ ડોલર) સુધી પહોંચે તેવું માનવામાં આવે છે. આ વિશાળ નાણાંકીય ઇકોસિસ્ટમ દર્શાવે છે કે લોકો કેટલી ચિંતાજનક હદે અનિયંત્રિત પ્લેટફોર્મ સાથે જોડાય છે. ગેરકાયદેસર જુગારની સાઇટ્સ માટે થતા ગૂગલસર્ચનું પ્રમાણ કાયદેસરના સ્થાનિક પ્લેટફોર્મની સરખામણીમાં માસિક ધોરણે સતત 5થી 15 ગણું વધારે છે. છેલ્લા એક વર્ષમાં, સટ્ટાબાજીના પ્લેટફોર્મ માટેનાસર્ચ વોલ્યુમ કાયદેસરના પ્લેટફોર્મ કરતાં 1,100 ટકા વધી ગયું છે.

ગેરકાયદેસર ઓનલાઈન જુગારના ગંભીર મુદ્દાને જોતાં અહેવાલ જણાવે છે કે હાલના એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં, “રાષ્ટ્રીય સુરક્ષા”ના નામે ગેમિંગ પ્લેટફોર્મ સહિતના પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવો અથવા નિયંત્રણો લાદવાથી ઘણીવાર અણધાર્યા પરિણામો આવે છે, જેમ કે બ્લેક માર્કેટ કે ભૂગર્ભ નેટવર્કનો વિસ્તાર થઈ શકે છે.

વિખ્યાત ટેકનો-લીગલ એક્સપર્ટ,સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સભ્ય અને સાયબર ક્રાઈમ તથા સાયબર લૉ પરના સંશોધન કેન્દ્રના અધ્યક્ષ અનુજ અગ્રવાલે જણાવ્યું હતું કે, “સંપૂર્ણ પ્રતિબંધો અથવા અણધાર્યા નિયંત્રણો સાથે કાયદાકીય સ્થાનિક ઓનલાઈન પ્લેટફોર્મને મર્યાદિત કરવાથી વપરાશકર્તાઓને વધુ અંધકારમાં લઈ જાય છે, જ્યાં તેઓ ઓફશોર પ્લેટફોર્મ દ્વારા શોષણ માટે વધુ સંવેદનશીલ હોય છે.”

અગ્રવાલ નિયમનની જવાબદારી નૈતિક, સામાજિક સ્તર પર મૂકે છે અનેએવી દલીલ કરે છે કે યુવાનોને આવા ગેરકાયદે પ્લેટફોર્મનો શિકાર થવાથી અટકાવવા માટે સમુદાયોને તેમાં સામેલ કરવા જોઈએ. અગ્રવાલે જણાવ્યું હતું કે, “આમાંના ઘણા મુદ્દાઓને ઉકેલવા માટે આપણે સામુદાયિક શાસનને પુનર્જીવિત કરવાની જરૂર છે. માહિતગાર વપરાશકર્તાઓ એટલે સશક્ત વપરાશકર્તાઓ.”

સંપૂર્ણ પ્રતિબંધ અથવા વધુ પડતા નિયમનો લાદવાને બદલે ‘જોખમ ઘટાડવાનો’ અભિગમ વૈશ્વિક સ્તરે વધુ સફળ રહ્યો છે. આ વ્યૂહરચનામાં સ્વૈચ્છિક અને ફરજિયાત યુઝર-ડિફાઇન્ડ લિમિટ્સ, વોર્નિંગ મેસેજીસ, સ્વ-બાકાત, યુઝર મોનિટરિંગ વગેરે જેવા જવાબદાર ટૂલ્સનો સમાવેશ થાય છે. યુરોપિયન યુનિયન અને યુકેમાં, નિયમનકારોએ પુરાવા-આધારિત નીતિ હસ્તક્ષેપ વિકસાવવા માટે ઓપરેટરો અને શિક્ષણવિદો સાથે કામ કર્યું છે.

સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન અને ટેકનોલોજી મેનેજમેન્ટમાં વિશેષતા ધરાવતા અને આઈઆઈટી દિલ્હીથી સાયબર સિક્યોરિટીમાં પીએચ.ડી. કરનારનિવૃત્ત ભારતીય પોલીસ સેવા અધિકારી મુક્તેશ ચંદેરે જણાવ્યું હતું કે, “સાયબર એ યુદ્ધનું પણ એક ડોમેન છે એટલે કે પાંચમું ડોમેન. હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જ્યાં માત્ર વ્યક્તિગત હેકર્સ અથવા અસંતુષ્ટ લોકો જ નહીં, પરંતુ રાજ્ય-પ્રાયોજિત લોકો અને રાજ્યો પોતે પણ અર્થતંત્રના મહત્વપૂર્ણ પરિમાણોનો વિધ્વંસ કરતી પ્રવૃત્તિઓમાં સામેલ છે. અમે એસ્ટોનિયામાં અને વિવિધ દેશો વચ્ચેના અનેક સંઘર્ષોમાં આ જોયું છે. આનું તાજેતરનું ઉદાહરણ યુક્રેન અને રશિયા વચ્ચે અમે જોયેલું સાયબર યુદ્ધ છે. અમે લાંબા સમયથી આના પર નજર રાખી રહ્યા છીએ,” એમ શ્રી ચંદરે જણાવ્યું હતું.

આનું એક મહત્વનું પાસું આક્રમક મુદ્રા છે. વિશ્વભરમાં હવે એમ મનાઈ રહ્યું છે કે સાયબર એ યુદ્ધનું ક્ષેત્ર છે.જો કોઈ દેશને સાયબર ક્ષેત્રે જોખમ લાગે, તો તેને સાયબર સ્પેસમાં હુમલા સહિતના સ્વ-રક્ષણ પગલાં લેવાનો અધિકાર છે. નાટો આ સિદ્ધાંતને અનુસરે છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સાયબર સિક્યોરિટી એ રાષ્ટ્રીય સુરક્ષાનો એક ભાગ છે અને સાયબર સ્પેસને સુરક્ષિત કર્યા વિના કોઈ અસરકારક રાષ્ટ્રીય સુરક્ષા અસ્તિત્વમાં આવી ન શકે. યોગ્ય રીતે આયોજિત પંચવર્ષીય રાષ્ટ્રીય સાયબર સુરક્ષા વ્યૂહરચના દસ્તાવેજ હોવો જરૂરી છેઅને તમામ આઈટી સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કેન્દ્રિત પ્રયત્નો માટે એક સંસ્થા અથવા મંત્રાલય હેઠળ એકીકૃત કરવું જોઈએ. મજબૂત સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ભારતે સાયબર સંરક્ષણ અને ગુના બંનેમાં કુશળ વિશિષ્ટ વર્કફોર્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

પ્રતિષ્ઠિત ક્રિમિનોલોજીસ્ટ અને ક્રાઇમોફોબિયાના સ્થાપક સ્નેહિલ ધાલે જણાવ્યું હતું કે, “આપણે સાયબર કાયદા અને સાયબર સુરક્ષાની ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણે ટેક્નોલોજીકલ પ્રગતિની વ્યાપક અસરોને સંબોધતા નથી. ચીન અને રશિયા જેવા દેશો સેટેલાઇટ સુરક્ષા માટે સ્પેસ આર્મી બનાવી રહ્યા છે. ભારતે પણ અવકાશ સુરક્ષા પહેલ માટે ઈસરો જેવી સંસ્થાઓ સાથે આના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જેમ નેશનલ ઇલેક્ટ્રિક ગ્રીડ હેક થઈ શકે છે, તેમ ઉપગ્રહો પણ એટલા જ સંવેદનશીલ છે. આ ગુનાઓ અંગેની તાલીમમાં પણ નોંધપાત્ર અંતર છે. જજીસ સહિતના તમામ હિતધારકોને આની જાણ હોવી આવશ્યક છે.”

“આજે સાયબર સુરક્ષા પગલાંનો પ્રતિક્રિયાશીલ ભાગ ભારતમાં દેખાય છે જ્યારે સાયબર સુરક્ષા પગલાંનો સક્રિય ભાગ ખૂટે છે. હાલ આપણી વ્યૂહરચના જોખમને ઘટાડવા અથવા બેઅસર કરવાના પ્રયાસની રહી છે, પરંતુ આપણે આક્રમક બનાવાની જરૂર છે. આ સર્જીકલ સ્ટ્રાઈકનો યુગ છેઅને આપણા દેશ માટે ખતરો ઊભો કરી રહેલા હિતો પર સર્જીકલ સ્ટ્રાઈક માટે તૈયારી કરવાનો સમય છે” એમસ્નેહિલ ધલ ઉમેર્યું હતું.

રિપોર્ટમાં આ નવા સાયબર વિશ્વના ખતરાનો સામનો કરવા માટે આગળનો માર્ગ પણ બતાવવામાં આવ્યો છે. વૈશ્વિક સાયબર પાવર તરીકે પોતાની સ્થિતિને સુરક્ષિત કરવા માટે, ભારતે એક ચપળ, વ્યાપક સાયબર સુરક્ષા ફ્રેમવર્ક વિકસાવવું જોઈએ જે આક્રમક ક્ષમતાઓ સાથે રક્ષણાત્મક પગલાંનું મિશ્રણ કરે. સમુદાયોને સામેલ કરવા, કાનૂની માળખાને અપડેટ કરવા અને સ્થિતિસ્થાપક સાયબર વર્કફોર્સને પ્રોત્સાહન આપવું એ જરૂરી પગલાં છે.

વધુમાં, સંતુલિત નીતિ માળખું લાગુ કરવું જરૂરી છે જે પ્લેટફોર્મ્સને ભૂગર્ભમાં ધકેલી દેતા પ્રતિબંધિત પગલાંના બદલે લોકશાહી ડિજિટલ સહભાગિતા અને કાયદેસરના, દેશ દ્વારા મંજૂરી પ્રાપ્ત પ્લેટફોર્મ્સ સાથે જોડાણ માટે યુવાનોની જરૂરિયાતોને માન આપે. બળજબરીથી અમલ અથવા પ્રતિબંધથી ક્યારેય ઉકેલ નહીં આવે. તેના બદલે, સાચા નિયમો દ્વારા, ભારત તેના નાગરિકો તરફથી ડિજિટલ યુગના સાયબર જોખમોનો અસરકારક રીતે સામનો કરવા માટે સમર્થન મેળવી શકે છે, જે સુનિશ્ચિત કરશે કે વિશ્વ મંચ પર તેના ઉદય સામે છુપાયેલા સાયબર વિરોધીઓ દ્વારા પડકાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *