બિનક્રમંકિત હ્રિદાને મોખરાના ક્રમના સુજલને હરાવ્યો, અંડર-15ની ફાઇનલમાં પ્રવેશ
ગાંધીધામ
ઇડિયન ઓઇલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં શનિવારનો દિવસ અપસેટથી ભરેલો રહ્યો હતો જેમાં 44 વર્ષના જિજ્ઞેશ જયસ્વાલ (ભાવનગર) આકર્ષણનુ કેન્દ્ર રહ્યા હતા કેમ કે આ પીઢ ખેલાડીએ બીજા ક્રમના સોહમ ભટ્ટાચાર્યને 3-2થી હરાવીને મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે 29મી જૂનથી બીજી જુલાઈ દરમિયાન અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આ ટુર્નામેન્ટ યોજાઈ છે.
મેન્સ સિંગલ્સમાં મોખરાના ક્રમના અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટને પણ ટુર્નામેન્માંથી બહાર થવું પડ્યું હતું કેમ કે અમદાવાદના બિનક્રમાંકિત ગિરીશ જ્હાએ શાનદાર પ્રદર્શન કરીને પ્રિક્વાર્ટર ફાઇનલમાં ચિત્રાક્ષને 3-2થી હરાવ્યો હતો.
અંડર-15 બોયઝની સેમિફાઇનલમાં બિનક્રમાંકિત હ્રિદાન શાહ (અમદાવાદ) મોખરાના ક્રમના સુજલ કુકડિયા સામે એક સમયે પાછળ રહ્યા બાદ વિજય હાંસલ કર્યો હતો અને હવે તે અમદાવાદના બીજા ક્રમના માલવ પંચાલ સામે ફાઇનલમાં ટકરાશે.
અંડર-17 ગર્લ્સની ફાઇનલ મેચ મોખરાના ક્રમની મૌબિની ચેટરજી અને ત્રીજા ક્રમની અર્ની પરમાર વચ્ચે રમાશે. જ્યારે અંડર-19 બોયઝની ફાઇનલ મોખરાના ક્રમના અરમાન શેખ અને બીજા ક્રમના બુરહાનુદ્દીન માલુભાઈવાલા વચ્ચે રમાશે.
મેન્સ ક્વાર્ટર ફાઇનલઃ ગિરીશ જ્હા જીત્યા વિરુદ્ધ ચિત્રાક્ષ ભટ્ટ 11-8,11-4,3-11,7-11,12-10; જિજ્ઞેશ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ સોહમ ભટ્ટાચાર્ય 8-11,11-6,10-12,11-5,12-10; અક્ષિત સાવલા જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 11-7,11-4,11-7; જયનિલ મહેતા જીત્યા વિરુદ્ધ સૌરવ ઘોષ 11-7,13-11,11-4; બુરહાનુદ્દીન માલુભાઈ જીત્યા વિરુદ્ધ હાર્દિક સોલંકી 11-3,8-11,11-4,11-7; મોનીષ દેઢિયા જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની 11-5,11-7,12-10; ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ જલય મહેતા 11-6,9-11,13-11,11-8; દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ કરણપાલસિંહ જાડેજા 13-11,8-11,13-11,11-3.
અંડર-15 સેમિફાઇનલઃ હ્રિદાન શાહ જીત્યા વિરુદ્ધ સુજલ કુકડિયા 6-11,11-4,10-12,11-4,11-4; માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ પવન કુમાર 5-11,10-12,11-7,11-7,11-6.
અંડર-19 બોયઝ સેમિફાઇનલઃ બુરહાનુદ્દીન માલુભાઈ જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 12-10,11-8,11-13,7-11,11-4; અરમાન શેખ જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 11-7,9-11,11-7,12-10
ત્રીજા અને ચોથા ક્રમ માટેઃ હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 11-9,11-9,11-3
અંડર-17 ગર્લ્સ સેમિફાઇનલઃ મૌબિની ચેટરજી જીત્યા વિરુદ્ધ પ્રાથા પવાર 11-7,9-11,11-5,11-8; અર્ની પરમાર જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 11-7,12-10,11-7
ત્રીજા અને ચોથા ક્રમ માટેઃ પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 11-4,11-6,11-5
અંડર-17 બોયઝ ક્વાર્ટર ફાઇનલઃ ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ 11-2,8-11,11-5,11-6; હર્ષવર્દન પટેલ જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 11-6,4-11,12-10,11-8; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ સુજલ કુકડિયા 11-6,11-9,10-12,11-8; હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ સમર્થ શેખાવત 11-7,10-12,11-4,11-8.
હોપ્સ ગર્લ્સ (અંડર-11) પ્રથમરાઉન્ડઃ સિદ્ધિ સિંઘવી જીત્યા વિરુદ્ધ દિક્ષિતકૌર વાધવાણી 11-6,11-8, 8-11,11-8.
સાથે ફોટો સામેલ છે
1. જિજ્ઞેશ જયસ્વાલ
2. ગિરીશ જ્હા