ફિલ્ડરને તેણે ક્યાંથી કેચ ઝડપ્યો તેની જાણ હોઈ કોમેન્ટેટર પણ આશ્ચર્યચકિત,
ચેન્નાઈ
તમિલનાડુ પ્રીમિયર લીગમાં દરરોજ કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. ક્યારેક એક બોલ પર બે રિવ્યુ લેવામાં આવે છે, તો ક્યારેક ક્રિકેટના ઈતિહાસનો સૌથી મોંઘો બોલ ફેંકવામાં આવે છે અને હવે એક ફિલ્ડરે એવું કર્યું છે કે તે કેચ લેવા માટે બાઉન્ડ્રી પાર કરી ગયો હતો. તે બાઉન્ડ્રીની અંદર રહીને કેચ પકડી શકતો હતો. આનાથી કોમેન્ટેટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ટીએનપીએલની 26મી લીગ મેચ ડિંડીગુલ ડ્રેગન અને સલેમ સ્પાર્ટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં 5મી ઓવરના 5મા બોલ પર એસ અરવિંદે લોંગ લેગ પર છગ્ગો મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફિલ્ડર ઓશિક શ્રીનિવાસ ત્યાં જ ઊભો હતો. શ્રીનિવાસની નજર બોલ પર હતી, પરંતુ તેને કદાચ ખબર ન હતી કે તે બાઉન્ડ્રી ઓળંગી ગયો હતો.
ઓસિક શ્રીનિવાસે બાઉન્ડ્રી પાર જઈને આ કેચ પકડ્યો હતો, જેને છગ્ગો જાહેર કરવામાં આવ્યો હતો. જો કે તે બાઉન્ડ્રીની અંદર રહીને આ કેચ પકડી શકતો હતો. આ જ કારણ છે કે આ મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા કોમેન્ટેટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે તેઓ પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા કે ફિલ્ડરે આ શું કર્યું. કોમેન્ટેટરે કહ્યું કે ભાઈ તમે ક્યાં ઉભા છો તે ખબર નથી.