ભાવનગરના સુજલ, પૂજન, મહિરાજ અને નીરજ બોયઝ અંડર-19ના મેઇન ડ્રોમાં

Spread the love

ભાવનગર

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ભાવનગર ખાતે આયોજિત માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં ગુરુવારે સ્થાનિક ખેલાડી અને દસમો ક્રમાંક ધરાવતા સુજલ કુકડિયાએ શાનદાર પ્રદર્શન કરીને બોયઝ અંડર-19ના મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો.

આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી સહયોગ સાંપડેલો છે.

મેઇન ડ્રોમાં પ્રવેશવામાં સુજલ તેના અન્ય ત્રણ ભાવનગરના સાથીઓ સાથે જોડાયો છે. આ ખેલાડીઓમાં 12મા ક્રમના માહિરાજસિંહ જાડેજા, 13મા ક્રમના પૂજન ચંદારાણા અને 15મા ક્રમના નીરજ દિહોરાનો સમાવેશ થતો હતો.

અંડર-15 બોયઝમાં અમદાવાદના જેનિલ પટેલે તેની બંને ક્વોલિફાઇંગ મેચમાં સુંદર રમત દાખવીને મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો.

અંડર-15 બોયઝ ક્વોલિફાઈંગઃ
જેનિલ પટેલ જીત્યા વિરુદ્ધ મનન ચંદારાણા 11-1,11-4,11-3; મનન ચંદારાણા જીત્યા વિરુદ્ધ શિવ કાપડિયા 11-7,11-7,11-7; જેનિલ પટેલ જીત્યા વિરુદ્ધ શિવ કાપડિયા 11-6,11-4,11-3; વિહાન તિવારી જીત્યા વિરુદ્ધ ક્રિસિવ રાઠોડ 11-4,11-1,11-1; લક્ષવીર ઠાકોર જીત્યા વિરુદ્ધ ક્રિસિવ રાઠોડ 11-3,11-2,11-6; વિહાન તિવારી જીત્યા વિરુદ્ધ લક્ષવીર ઠાકોર 13-11,11-3,11-9; જિહાન મકવાણા જીત્યા વિરુદ્ધ હરમિત પરમાર 11-8,11-8,11-7; અલપેશ ડામોર જીત્યા વિરુદ્ધ દક્ષ જાંબુચા 11-4,11-9,16-14; વંશ દરિયાણી જીત્યા વિરુદ્ધ સાગર મકવાણા 13-15,11-7,11-8,7-11,8-11; કહાન ગોહીલ જીત્યા વિરુદ્ધ આરવભાલ 13-11,7-11,12-10,12-10; આરવ ભાલ જીત્યા વિરુદ્ધ દ્વિજ હિરાણી 12-10,11-4,11-9,11-9; આર્યમાનસિંહ ઝાલા જીત્યા વિરુદ્ધ દર્શ શનિચરા 11-7,12-10,11-9; દર્શ શનિચરા જીત્યા વિરુદ્ધ દર્શિલકુમાર કુકાણા 13-11,11-4,11-8; જેનિથ પટેલ જીત્યા વિરુદ્ધ વિશ્વરાજસિંહ ગોહીલ 11-5,11-5,11-2; પ્રહર્ષ વાલા જીત્યા વિરુદ્ધ વિશ્વરાજસિંહ ગોહીલ 11-3,11-9,6-11,11-9; જેનિથ પટેલ જીત્યા વિરુદ્ધ પ્રહર્ષ વાલા 11-7,11-5,11-4

અંડર-19 બોયઝ ક્વોલાફાઇંગઃ
હર્ષવર્દન પટેલ જીત્યા વિરુદ્ધ દર્શન મકવાણા 11-3,11-5,9-11,11-6; વિવાનસિંહ ઘારિયા જીત્યા વિરુદ્ધ ક્રિશય ભટ્ટ 11-3,11-5,11-4; પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ અંશ પટેલ 11-5,11-6,11-4; ધ્યાન વસાવડા જીત્યા વિરુદ્ધ હર્ષ કાવા 11-5,16-14,4-11,7-11,7-11; યથાર્થ કેડિયા જીત્યા વિરુદ્ધ હિતાર્થ જોશી 9-11,11-5,7-11,11-9,12-10; માહિરાજસિંહ જાડેજા જીત્યા વિરુદ્ધ જિહાન મકવાણા 11-5,11-4,11-4; સુજલ કુકડિયા જીત્યા વિરુદ્ધ યશ રાણા 11-3,11-8,11-3; વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ શૌર્ય ભાડીયાદ્રા 11-0,11-2,11-3.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *