ભાવનગર
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં અમદાવાદના અક્ષિત સાવલાએ અત્યંત રોમાંચક બનેલી ફાઇનલમાં મોખરાના ક્રમના બુરહાનુદ્દીન માલુભાઈને 4-3થી હરાવીને મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો સહકાર સાંપડ્યો હતો. દરમિયાન ઓઇશિકી જોઆરદારે વિમેન્સ ટાઇટલ ઉપરાંત અંડર-17 ગર્લ્સ કેટેગરીમાં પણ ટાઇટલ જીત્યું હતું.
અક્ષિતે પ્રથમ ગેમ જીતી લીધા બાદ સુરતના બુરહાનુદ્દીન માલુભાઈએ વળતો પ્રહાર કરીને બીજી ગેમ જીતી હતી પરંતુ 24 વર્ષીય અક્ષિતે આ રસાકસીને બાદ કરતાં આ સિઝનનું પોતાનું પ્રથમ ટાઇટલ જીતી લીધું હતું.
દરમિયાન પાંચમા ક્રમની ઓઇશિકી જોઆરદારે (અમદાવાદ) બે ગેમથી પાછળ રહ્યા બાદ જોરદાર વળતો પ્રહાર કરીને બીજા ક્રમની અને સ્થાનિક ફેવરિટ નામના જયસ્વાલને 4-2થી હરાવીને કારકિર્દીમાં પહેલી વાર વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. આ ઉપરાંત તે અંડર-17 ગર્લ્સ કેટેગરીમાં પણ ચેમ્પિયન બની હતી જ્યાં તેણે સુરતની અર્ની પરમારને 4-1થી હરાવી હતી.
મોખરાના ક્રમના બુરહાનુદ્દીન માલુભાઈએ અંડર-19 બોયઝની ફાઇનલમાં બીજા ક્રમના અરમાન શેખને 4-1થી હરાવ્યો હતો.
અમદાવાદની પ્રાથા પવારે પણ બે ટાઇટલ જીત્યાં હતાં. તેણે અંડર-17 અને અંડર-15ની ફાઇનલમાં અનુક્રમે અર્ની પરમાર અને જિયા ત્રિવેદીને હરાવી હતી.
અમદાવાદના બીજા ક્રમના હિમાંશ દહિયાએ અંડર-17 બોયઝની ફાઇનલમાં ચોથા ક્રમના જન્મેજય પટેલને 4-0થી હરાવીને સફળતા હાંસલ કરી હતી.
બે ટાઇટલ જીતનારો અન્ય ખેલાડી અમદાવાદનો અંશ ખમાર હતો. ત્રીજા ક્રમના અંશે અંડર-13 બોયઝની ફાઇનલમાં મોખરાના ક્રમના જેનિલ પટેલને હરાવ્યા બાદ અંડર-11માં મોખરાના ક્રમાંકિત તરીકે રમીને રાજકોટના બીજા ક્રમના દેવ ભટ્ટ સામે વિજય હાંસલ કરીને બેવડી સિદ્ધિ નોંધાવી હતી.
અંડર-13 અને અંડર-11 ગર્લ્સ ઇવેન્ટમાં સુરતની ખેલાડીઓનું વર્ચસ્વ રહ્યું હતું કેમ કે મોખરાના ક્રમની દાનિયા ગોદીલે ભાવનગરની ચાર્મી ત્રિવેદીને 3-2થી તથા અંડર-11માં મોખરાના ક્રમની વિન્સી તન્નાએ બીજા ક્રમની અને પોતાના જ શહેરની તનિષા ડેપ્યુટીને સીધી ગેમમાં હરાવીને ચેમ્પિયન બની હતી.
પરિણામોઃ
મેન્સ ફાઇનલઃ અક્ષિત સાવલા જીત્યા વિરુદ્ધ બુરહાનુદ્દીન માલુભાઈ 11-7,7-11,11-5,6-11,9-11,11-3,11-7.
મેન્સ ત્રીજા/ચોથા સ્થાનઃ ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ સોહમ ભટ્ટાચાર્ય (વોકઓવર).
વિમેન્સ ફાઇનલઃ ઓઇશિકી જોઆરદાર જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 11-13,6-11,11-4,11-5,11-3,11-6. ત્રીજા/ચોથા સ્થાનઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ કૌશા ભૈરપૂરે 7-11,11-7,14-12,5-11,11-4.
અંડર-19 ગર્લ્સ ફાઇનલઃ ઓઇશિકી જોઆરદાર જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર 11-6,11-8,11-3,10-12,11-5. ત્રીજા/ચોથા સ્થાનઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ ખુશી જાદવ 11-6,11-7,11-3
અંડર-19 બોયઝ ત્રીજા/ચોથા સ્થાનઃહિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના
11-4,7-11,14-12,9-11,11-6. ફાઇનલઃ બુરહાનુદ્દીન માલુભાઈ જીત્યા વિરુદ્ધ અરમાન શેખ 11-3,8-11,11-3,11-7,11-3
અંડર-17 ગર્લ્સ ત્રીજા/ચોથા સ્થાનઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 11-1,7-11, 11-9,11-6. ફાઇનલઃ પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર 11-8, 11-4,8-11,11-8
અંડર-17 બોયઝ ત્રીજા/ચોથા સ્થાનઃ આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ આર્ય કટારિયા 8-11,12-10,11-5,11-7. ફાઇનલઃ હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 11-7,6-11,11-9, 11-7.
અંડર-15 ગર્લ્સઃ ત્રીજા/ચોથા સ્થાનઃ વિશ્રુતિ જાદવ જીત્યા વિરુદ્ધ ખ્વાઇશ લોટિયા 7-11,13-11,11-5,11-7. ફાઇનલઃ પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 11-9,11-2,11-9.
અંડર-15 બોયઝઃ ત્રીજા/ચોથા સ્થાનઃ સમર્થ શેખાવત જીત્યા વિરુદ્ધ પવન કુમાર 11-6,11-13,11-7,13-11. ફાઇનલઃ માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ 7-11,12-10,11-4,8-11,11-9.
અંડર-13 બોયઝઃત્રીજા/ચોથા સ્થાનઃ દ્વિજ ભાલોડિયા જીત્યા વિરુદ્ધ પર્વ વ્યાસ 11-6, 11-9, 11-9. ફાઇનલઃ અંશ ખમાર જીત્યા વિરુદ્ધ જેનિલ પટેલ 13-11,11-9,11-5
અંડર-13 ગર્લ્સઃ ત્રીજા/ચોથા સ્થાનઃ ફિઝા પવાર જીત્યા વિરુદ્ધ ખ્વાઇશ લોટિયા 12-10, 12-10, 6-11, 12-10. ફાઇનલઃ દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી 7-11, 12-10, 14-12,9-11,17-15.
અંડર-11 ગર્લ્સઃ ત્રીજા/ચોથા સ્થાનઃ પ્રિશા ગોકાણી જીત્યા વિરુદ્ધ નિત્યા ચોક્સી 13-11, 11-6,8-11, 11-7. ફાઇનલઃ વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ તનિષા ડેપ્યુટી 11-6, 11-9, 11-3.
અંડર-11 બોયઝઃત્રીજા/ચોથા સ્થાનઃ ધ્રુવ બંભાણી જીત્યા વિરુદ્ધ અખિલ આચ્છા 11-8,11-1,6-11,4-11,11-6. ફાઇનલઃ અંશ ખમાર જીત્યા વિરુદ્ધ દેવ ભટ્ટ 11-8,11-7, 11-3