અમદાવાદ
એમપી ફાયનાન્સિયલ સર્વિસીસ- ગો ગોલ્ફ 2023 કેલેન્ડરના ભાગરૂપે ગુલમહોર ગ્રીન્સ- ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તા.29 અને 30 જુલાઈના રોજ યોજાયેલ જીજીઓવાયના છઠ્ઠા રાઉન્ડમાં 60 ખેલાડી સામેલ થયા હતા.
0 થી 14 હેન્ડીકેપ કેટેગરીમાં વિશાલ દેસાઈ 81 ગ્રોસ અને 38 પોઈન્ટ મેળવીને વિજેતા બન્યા હતા, જ્યારે નિરવ પ્રજાપતિ 84 ગ્રોસ અને 35 પોઈન્ટ મેળવીને રનર્સઅપ જાહેર થયા હતા.
15 થી 23 હેન્ડીકેપ કેટેગરીમાં ભાવિન વડગામા 93 ગ્રોસ અને 32 પોઈન્ટ મેળવીને વિજેતા બન્યા હતા, જ્યારે આ કેટેગરીમાં મિસેલ વેઈર 90 ગ્રોસ અને 31 પોઈન્ટ મેળવીને વિજેતા જાહેર થયા હતા.
24 થી 36 હેન્ડીકેપ કેટેગરીમાં રાહુલ રાજગોપાલ 98 ગ્રોસ અને 34 પોઈન્ટ મેળવીને ચાર્ટમાં ટોચના સ્થાને રહ્યા હતા, જ્યારે 98 ગ્રોસ અને 33 પોઈન્ટ મેળવનાર હિરેન ઠક્કરે ભારે સ્પર્ધા આપીને રનર્સઅપ બન્યા હતા.
ત્રણ વિજેતાઓને 3,000 રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવ્યા હતા, જ્યારે રનર્સઅપને 1800 પોઈન્ટ મળ્યા હતા. એકંદરે 26 ગોલ્ફર્સને રિવોર્ડ પોઈન્ટ મળ્યા હતા.
જુનિયર કેટેગરીમાં અંશ જોબનપુત્રા 79 ગ્રોસ અને 34 પોઈન્ટ મેળવીને વિજેતા બન્યા હતા, જ્યારે નેઈલ દવે 80 ગ્રોસ અને 33 પોઈન્ટ નોંધાવીને જોબનપુત્રાથી થોડાક આગળ રહ્યા હતા. અંશને 1200 રિવોર્ડ પોઈન્ટ અને નેઈલને 1,000 રિવોર્ડ પોઈન્ટ હાંસલ થયા હતા.
મુખ્ય રાઉન્ડઝની સાથે સાથે ત્રણ સ્કીલ કોમ્પીટીશન પણ યોજાઈ હતી. હોલ #1 ખાતે લોન્ગેસ્ટ ડ્રાઈવની સ્પર્ધામાં રૂચિર તેલી 248 વારના શોટ સાથે વિજેતા બન્યા હતા. જુહી માવાણી હોલ #3 ખાતે હોલથી માત્ર 10 ફૂટ 8 ઈંચ સુધી બોલ પહોંચાડીને ક્લોઝેસ્ટ ટુ ધ પીન સ્પર્ધામાં વિજેતા બન્યા હતા. નિરવ પ્રજાપતિએ સેકન્ડ શોટ ક્લોઝેસ્ટ ટુ ધ પીન સ્પર્ધા હોલ #9 ખાતે જીતી લીધી હતી.