ધ્યેયને હરાવીને હિમાંશ દહિયા ચેમ્પિયનઅમદાવાદના હિમાંશે સ્ટેટ ટીટીમાં અંડર-17 બોયઝ ટાઇટલ જીત્યું

Spread the love

વડોદરા

આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં અમદાવાદના હિમાંશ દહિયાએ શનિવારે અંડર-17 બોયઝ ટાઇટલ જીતી લીધું હતું. ફાઇનલમાં તેણે બીજા ક્રમના ધ્યેય જાનીને હરાવીને વર્તમાન સિઝનનું પોતાનું બીજું ટાઇટલ જીત્યું હતું. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડા (ટીટીએબી)ના ઉપક્રમે અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ત્રીજીથી છઠ્ઠી ઓગસ્ટ દરમિયાન આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેને UTT, GAIL અને SAG દ્વારા  સ્પોન્સર કરાઈ છે.

અંડર-17 બોયઝ ફાઇનલમાં હિમાંશ અને ધ્યેય જાની એમ બે મોખરાના ક્રમાંકિત ખેલાડીઓ સામસામે ટકરાયા હતા જેને કારણે રોમાંચક મુકાબલાની અપેક્ષા હતી. ધ્યેયે પહેલી ગેમ જીતી લેતાં મેચનો શાનદાર પ્રારંભ થયો હતો અને ત્યાર બાદ હિમાંશે બીજી ગેમ જીતીને સ્કોર સરભર કરી દીધો હતો. આ સાથે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી ચૂકેલા હિમાંશે ત્યાર બાદ પાછું વળીને જોયું ન હતું અને ફોરહેન્ડ અને બેકહેન્ડ પુશ દ્વારા આક્રમક રમત દાખવીને અંતે 10-12, 11-5, 11-4, 9-11, 11-8થી ફાઇનલ જીતી લીધી હતી.

અગાઉ અંડર-17 બોયઝની પ્રિ ક્વાર્ટર ફાઇનલ મેચ દિવસનું આકર્ષણ રહી હતી જ્યાં વંશ મોદીએ અપસેટ સર્જીને અરાવલ્લીના હર્ષવર્દન પટેલને હરાવ્યો હતો. વડોદરાના વંશે છઠ્ઠા ક્રમના હરીફ સામેના તેના 11-6, 8-11, 14-12, 11-6ના યાદગાર વિજયમાં માત્ર એક જ ગેમ ગુમાવી હતી. કમનસીબે વંશ આ લય આગળ જાળવી શક્યો ન હતો અને અરાવલ્લીના જ અન્ય ખેલાડી તથા ત્રીજો ક્રમાંક ધરાવતા જન્મેજય પટેલ સામે 3-11 4-11 7-11થી હારી ગયો હતો.

અંડર-19 બોયઝ કેટેગરીમાં પણ બે અપસેટ જોવા મળ્યા હતા. પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં જન્મેજય પટેલે સાતમા ક્રમના અભિલાક્ષ પટેલ (અમદાવાદ)ને સીધી ગેમમાં 11-7, 12-10, 11-5થી હરાવ્યો હતો જ્યારે માલવ પંચાલે અમદાવાદના જ હર્ષ પટેલને 11-9, 7-11, 11-5, 11-6થી હરાવ્યો હતો. આ કેટેગરીમાં અન્ય કોઈ અપસેટ સર્જાયા ન હતા અને બુરહાનુદ્દીન માલુભાઈ, અરમાન શેખ, આયુષ તન્ના તથા હિમાંશ દહિયાએ સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

દરમિયાન આજથી વિમેન્સ ઇવેન્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સુરતની ક્રિત્વિકા રોયે નિરાશા પેદા કરી હતી કેમ કે આ ટુર્નામેન્ટની ફેવરિટ મનાતી સુરતની આ ખેલાડીએ બીમારીને કારણે તેની પ્રથમ રાઉન્ડની મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો.

પરિણામો

જુનિયર અંડર-17 બોયઝ:

પ્રિ ક્વાર્ટર ફાઇનલ:  હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ સમર્થ શેખાવત 12-10, 11-5, 11-9; પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ 10-12, 11-9, 11-8, 7-11, 11-6; વંશ મોદી જીત્યા વિરુદ્ધ હર્ષવર્દન પટેલ 11-6, 8-11, 14-12, 11-6; ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ 4-11, 11-5, 9-11,11-6, 13-11;

ક્વાર્ટર ફાઇનલઃ  ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ આર્ય કટારિયા 13-11, 5-11, 11-2, 11-6; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ વંશ મોદી 11-3, 11-4, 11-7; હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ પૂજન ચંદારાણા 10-12, 8-11, 12-10, 11-4, 12-10;

સેમિફાઇનલ :  ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 11-8, 11-5, 11-8; હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 11-5, 6-11, 11-9, 7-11, 11-9;

ફાઇનલ : હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની 10-12, 11-5, 11-4, 9-11, 11-8;

જુનિયર અંડર-19 બોયઝ :

પ્રિ ક્વાર્ટર ફાઇનલ:  બુરહાનુદ્દીન માલુભાઈ જીત્યા વિરુદ્ધ સુજલ કુકડિયા 11-5, 11-3, 12-10; ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ પીયૂષ બૈદ 6-11, 11-5, 12-10, 11-9; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ 11-7, 12-10, 11-5; માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ હર્ષ પટેલ 11-9, 7-11, 11-5, 11-6.

ક્વાર્ટર ફાઇનલ:  અરમાન શેખ જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ 10-12, 11-6, 11-9, 11-6; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 13-11, 7-11, 11-6, 13-11; હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ આર્ય કટારિયા 13-11, 11-3, 7-11,9-11, 11-3; બુરહાનુદ્દી માલુભાઈ જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની 11-5,9-11,11-8,11-6;

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *