પાલઘર નજીર ટ્રકમાં આગથી હાઈવે પર ટ્રાફિક જામ

Spread the love

માલસામાન ભરેલી ટ્રક મુંબઇ તરફ જઇ રહી હતી તે વેળા મહારાષ્ટ્રના પાલઘર નજીકમા મેળવી હાઇવે પર અચાનક ટ્રકમાં આગ લાગી


મુંબઈ
મહારાષ્ટ્રના પાલઘર નજીકના મેળવી હાઇવે પર આજે મંગળવારે મુંબઇ તરફ જઇ રહેલી ટ્રકમાં આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટના બાદ લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે હાઇવે પર વાહનોની લાંબી લાંબી કતાર લાગી જતા ટ્રાફિકજામ થઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર આજે મંગળવારે વહેલી સવારે માલસામાન ભરેલી ટ્રક મુંબઇ તરફ જઇ રહી હતી. તે વેળા મહારાષ્ટ્રના પાલઘર નજીકમા મેળવી હાઇવે પર અચાનક ટ્રકમાં આગ લાગી હતી. જોતજોતામાં આખી ટ્રક લપેટમાં આવી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગને પગલે પોલીસનો કાફલો પહોંચી ગયા બાદ લાશ્કરોની મદદથી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરાઇ હતી.
લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે મુંબઇ તરફ જતા માર્ગ પર વાહનોની લાંબી લાંબી કતાર લાગી જતા ટ્રાફિકજામ થઇ ગયો હતો. આગ કાબુમાં લીધા બાદ ટ્રાફિક હળવો થયો હતો. આગ શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું છે. આ ઘટનામાં જાનહાની અંગે કોઇ વિગત બહાર આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *