આ નિયમો સ્થાનિક શ્રમ બજારને નિયંત્રિત કરવા માટે લાગુ કરવામાં આવ્યા
સાઉદી
સાઉદી અરબે વર્કિંગ વિઝાને લઈને મોટો ફેરફાર કર્યો છે. આગામી વર્ષ 2024થી અહીં કામ કરતા વિદેશી નાગરિકો માટે નવો નિયમ તૈયાર કરાયો છે. સાઉદી સરકારના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે માહિતી આપી છે કે 2024 થી 24 વર્ષથી ઓછી ઉંમરનો નાગરિક કોઈપણ ઘરેલું મદદ માટે કોઈ વિદેશી કર્મચારીને રાખી શકશે નહીં.
આ નવા નિયમો અનુસાર સાઉદીના નાગરિકો, સાઉદીના પુરુષોની વિદેશી પત્નીઓ, તેમની માતાઓ અને સાઉદી પ્રીમિયમ પરમિટધારકો વિદેશી ઘરેલુ કર્મચારીની ભરતી કરવા વિઝા માટે અરજી કરી શકે છે. આ નિયમો સ્થાનિક શ્રમ બજારને નિયંત્રિત કરવા માટે લાગુ કરવામાં આવ્યા હતા.
પરંતુ નવા નિયમો હેઠળ આ ફેરફારોને કારણે ભારતના લેબર માર્કેટને ઘણું નુકસાન થશે. સાઉદી અરબમાં મોટી સંખ્યામાં યુવાનો એકલા રહે છે, પરંતુ નવા નિયમોને કારણે તેઓ કોઈ કર્મચારીને નોકરી પર રાખી શકશે નહીં, તેનાથી રોજગારમાં ઘટાડો થશે. સાઉદીમાં ડ્રાઈવર, રસોઈયા, ગાર્ડ, માળી, નર્સ, દરજી અને નોકરને ઘરેલું રોજગારની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. સાઉદી અરબયમાં લગભગ 26 લાખ ભારતીયો કામ કરે છે.