નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું સત્તાવાર રીતે 14 ઓગસ્ટના રોજ પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું

નવી દિલ્હી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (એનએમએમએલ)નું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ રાખવાની મંજૂરી આપી દીધી છે. આ અંગે આજે ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું સત્તાવાર રીતે 14 ઓગસ્ટના રોજ પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (પીએમએમએલ) સોસાયટી તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા જૂનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આખરે રાષ્ટ્રપતિ મુર્મુએ પણ તેને મંજૂરી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે પીએમએમએલ સોસાયટીનું પુનર્ગઠન કર્યું છે. હવે આ સોસાયટીના પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપપ્રમુખ રક્ષા મંત્રી રાજનાથ સિંહ હશે. આ સાથે ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર, માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ પોખરિયાલ સોસાયટીના સભ્યો હશે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન, પ્રહલાદ પટેલ, આઈસીસીઆર પ્રમુખ વિનય સહસ્રબુદ્ધે વગેરે પણ તેના સભ્યો હશે.