શેર બજારમાં આજે બન્ને ઇન્ડેક્સ અપ રહેતા મીડકેપ શેરોમાં પણ ફાયદાના સોદા જોવા મળ્યા
મુંબઈ
ભારતીય શેર બજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે માર્કેટમાં બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટ બન્ને ઇન્ડેક્સ અપ રહ્યાં હતા. બીએસઇ સેન્સેક્સ આજે 0.53 ટકાના ઉછાળા સાથે 351.49 પૉઇન્ટ ઉપર ચઢીને 66,707.20 એ બંધ રહ્યો હતો. જ્યારે એનએસઇ નિફ્ટી ઇન્ડેક્સ 0.47 ટકાના ઉછાળા સાથે 93.30 પૉઇન્ટ ઉછળીને 19,773.90એ બંધ રહ્યો હતો. શેર બજારમાં આજે બન્ને ઇન્ડેક્સ અપ રહેતા મીડકેપ શેરોમાં પણ ફાયદાના સોદા જોવા મળ્યા હતા.
આજે જુલાઇ સીરીઝમાં એક્સપાયરીથી પહેલા માર્કેટમાં જોશ જોવા મળ્યો હતો, મિડકેપ, સ્મૉલકેપ શેરોમાં ખરીદદારી રહી, જ્યારે પીએસયુ બેન્ક, રિયલ્ટી, ઇન્ફ્રા શેરોમાં તેજી જોવા મળી હતી, આ ઉપરાંત એફએમસીજી, ફાર્મા, એનર્જી શેરોમાં ખરીદદારી જોવા મળી હતી. બેન્કિંગ, મેટલ ઇન્ડેક્સ વધારા સાથે બંધ રહ્યા હતા. ઓટો શેરોમાં દબાણ જોવા મળ્યુ. કારોબારના અંતમાં સેન્સેક્સ 351.49 પૉઇન્ટ એટલે કે 0.53 ટકાના વધારા સાથે 66,707.20ના લેવલ પર બંધ રહ્યો હતો.
ભારતીય શેરબજારના રોકાણકારો માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર ખૂબ જ અદભૂત રહ્યું. બેન્કિંગ અને એમએમસીજી શેરોમાં ખરીદીના કારણે બજાર તેજ હતું. આ તેજીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો પણ ફાળો રહ્યો છે. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 351 પોઈન્ટના ઉછાળા સાથે 66,707 પૉઈન્ટ પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 98 પૉઈન્ટના વધારા સાથે 19,778 પૉઈન્ટ પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ સેશન પર નજર કરીએ તો ઓટો અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ ઉપરાંત તમામ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી. બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, એનર્જી, મીડિયા, એફએમસીજી, હેલ્થકેર સેક્ટરના શેરો ઝડપી ગતિએ બંધ થયા છે. મિડ-કેપ અને સ્મૉલ-કેપ શેરોએ પણ સારો દેખાવ કર્યો હતો. આજના કારોબારના અંતે સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેર વધીને અને 11 ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 33 વધ્યા અને 17 નુકસાન સાથે બંધ થયા.
શેરબજારમાં આવેલી શાનદાર તેજીના કારણે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને 303.92 લાખ કરોડ રૂપિયા થયું છે, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 301.95 લાખ કરોડ રૂપિયા હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 1.97 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.