અમદાવાદના આર્ય કટારિયાએ સુરતના યથાર્થ કેડિયાને સીધી ગેમમાં હરાવ્યો
રાજકોટ
ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બુધવારે મોખરાના ક્રમના સુજલ કૂકડિયા (ભાવનગર)એ ચોથા ક્રમના સમર્થ શેખાવતને હરાવીને સબ જુનિયર બોયઝ (અંડર15)ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જ્યાં તેનો મુકાબલો સાતમા ક્રમના આર્ય કટારિયા સામે થશે. આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ રાજકોટ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીના એસએજી મલ્ટિપર્પસ ઇન્ડોપ હોલ ખાતે યોજાઈ છે.
આ ટુર્નામેન્ટ વેર્સ્ટન રેલવે મઝદૂર સંઘ દ્વારા પ્રાયોજિત છે અને તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)નો સહકાર પ્રાપ્ત થયેલો છે.
અમદાવાદના આર્ય કટારિયાએ સુરતના યથાર્થ કેડિયાને સીધી ગેમમાં હરાવ્યો હતો.
જોકે બિનક્રમાંકિત યથાર્થે ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર રમત દાખવી હતી જ્યાં તેણે વડોદરાના વંશ મોદીને 12-10,11-8,11-9થી હરાવ્યો હતો.
આ ઉપરાંત બિનક્રમાંકિત વિવાન સિંહ ધારિયા (સુરત)એ અમદાવાદના માલવ પંચાલને 11-4,11-8,9-11,11-9થી હરાવ્યો હતો પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં સુજલ સામે વિવાનનો પરાજય થયો હતો.
કેડેટ બોયઝ (અંડર-13)ની ફાઇનલ રોમાંચક રહી શકે છે કેમ કે ત્યાં મોખરાના ક્રમના અમદાવાદનો ખેલાડી જેનિલ પટેલ તેના જ શહેરના અને બીજો ક્રમાંક ધરાવતા પર્વ વ્યાસ સામે મુકાબલો કરશે.
સેમિફાઇનલમાં જેનિલે ચોથા ક્રમના દ્વિજ ભાલોડીયા (અમદાવાદ)ને તથા પર્વએ પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ ત્રીજા ક્રમના પલાશ કોઠારી (વડોદરા)ને હરાવ્યો હતો.
પરિણામો :
સબ જુનિયર બોયઝ (અંડર-15) સેમિફાઇનલઃ આર્ય કટારિયા જીત્યા વિ. યથાર્થ કેડિયા 11-6,11-8,11-8; સુજલ કૂકડિયા જીત્યા વિ. સમર્થ શેખાવત 11-9,12-10,11-9.
કેડેટ બોયઝ (અંડર-11) સેમિફાઇનલઃ પર્વ વ્યાસ જીત્યા વિ. પલાશ કોઠારી 3-11,11-4,11-6,11-2; જેનિલ પટેલ જીત્યા વિ. દ્વિજ ભાલોડીયા 11-4,11-6,11-9
સબ જુનિયર બોયઝ ક્વાર્ટર ફાઇનલઃ સમર્થ શેખાવત જીત્યા વિ. માનવ મહેતા 6-11,11-6,9-11,11-9,11-2; યથાર્થ કેડિયા જીત્યા વિ. વંશ મોદી 12-10,11-8,11-9; આર્ય કટારિયા જીત્યા વિ. પવન કુમાર 11-6,11-3,11-4; સુજલ કૂકડિયા જીત્યા વિ. વિવાન સિંહ ધારિયા 11-7,11-3,11-1.
કેડેટ બોયઝ (અંડર-13) ક્વાર્ટર્સઃ પલાશ કોઠારી જીત્યા વિ. આરીશ શર્મા 11-9,13-11,5-11,7-11,11-9; પર્વ વ્યાસ જીત્યા વિ. અખિલ આચ્છા 16-14,11-9,11-7; દ્વિજ ભાલોડીયા જીત્યા વિ. ધ્યાન ચંદક 11-13,11-3,11-7,12-10; જેનિલ પટેલ જીત્યા વિ. અંશ ખમાર 11-8,12-14,8-11,11-6,11-1.