પુણેની પ્રિશા શિંદેએ મહિલા સિંગલ્સનું ટાઈટલ જીત્યું
અમદાવાદ
અમદાવાદના 15 વર્ષના સમર્થ સહિતાએ અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમના એસીટીએફ ટેનિસ કોર્ટમાં આયોજિત સૌપ્રથમ ITF j30 નું બોયઝ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. ફાઈનલમાં સમર્થે પહેલા સેટમાં આસાનીથી સ્કોર કર્યા હતા પરંતુ બીજા સેટમાં અનિકેતે ખરેખર તેની લડાયક રમત બતાવી અને એક સમયે સમર્થ બ્રેકપોઇન્ટ સાથે પાછળ હતો પરંતુ સળંગ 3 પ્રથમ સર્વે તેને તેની રમતમાં પાછા ફરવાની તક આપી અને ત્યાંથી ક્યારેય પાછું વળીને જોયું નહીં. બીજો સેટ મોટી રેલી સાથે સ્પર્ધાત્મક હતો પરંતુ સમર્થે નિર્ણાયક રમતોમાં તેની ગતિ જાળવી રાખી અને મેચ જીતી લીધી.
પુણેની પ્રિશા શિંદેએ રૂમા ગાયકવારી સામેની સખત લડાઈ સાથે ગર્લ્સ સિંગલ ટાઇટલ જીત્યું હતું .ત્રીજા સેટમાં પ્રિશાએ રૂમાના મોટા ફોરહેન્ડ સામે તેની અનફોર્સ્ડ ભૂલોને સારી રીતે ઓછી કરી આખરે 6 4,3 6, 6 4થી જીત મેળવી હતી.. પરવા પટેલ અને પ્રબીર મુકેશ ચાવડા વત્સલ મણિકતન અને તનિષ્ક જાધવ સામે 6 1,1 6 , (10-5) સુપર ટાઈ બ્રેકમાં જ્યારે ગર્લ્સ ડબલ્સમાં રૂમા ગાયકવારી અને સૈલી પ્રશાંત કુમાર ઠક્કરે પ્રિશા શિંદે અને આરુષિ મહેન્દ્ર રાવલ સામે 6 3, 3 6 (10 5) બોયઝ ડબલ્સ જીતી હતી.