ભારતનું સૌથી મોંઘુ પેઇન્ટિંગ બની ગયું, સૈયદ હૈદર રઝાનું પેઇન્ટિંગ 51.7 કરોડ રૂપિયાની કિંમત સાથે ભારતનું બીજા નંબરનું મોંઘું પેઈન્ટિંગ
નવી દિલ્હી
અમૃતા શેરગિલ કલાની દુનિયામાં એક ખૂબ જ પ્રખ્યાત નામ છે. તેમણે ભારતને પેઇન્ટિંગના એવા નમૂના આપ્યા છે જેની આજે પણ દુનિયાભરમાં ચર્ચા જારી છે. હાલમાં જ સૈફ્રોનાર્ટ હરાજીમાં તેમનું પેઇન્ટિંગ 61.8 કરોડમાં વેચવામાં આવ્યું હતું. આ સાથે આ ભારતનું સૌથી મોંઘુ પેઇન્ટિંગ બની ગયું છે. આ પહેલા સૈયદ હૈદર રઝાના પેઇન્ટિંગની કિંમત 51.7 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ સાથે જ સૈયદ રઝાનું પેઇન્ટિંગ બીજું સૌથી મોંઘુ ભારતીય પેઇન્ટિંગ છે. વાસુદેવ એસ ગાયતોંડેનું પેઇન્ટિંગ ત્રીજા નંબરે છે જેની કિંમત વર્ષ 2020માં 32 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.
વર્ષ 2006માં સૌથી મોંઘુ પેઇન્ટિંગનો રેકોર્ડ પણ અમૃતા શેરગિલે જ બનાવ્યો હતો. તેમના પેઇન્ટિંગની કિંમત 6.9 કરોડ રૂપિયા હતી. આ પેઇન્ટિંગ માટે ભારતમાં ચુકવવામાં આવેલ રકમ આજે પણ સૌથી મોટી રકમ છે. આ પેઇન્ટિંગમાં કેટલીક મહિલાઓ બેઠી છે જેમની સાથે બાળકો પણ છે. આ પેઇન્ટિંગમાં ગ્રામીણ લેન્ડસ્કેપ બતાવવામાં આવ્યું છે. હવે જે પેઇન્ટિંગની આટલી મોટી રકમ ચુકવવામાં આવી છે તેમાં ગાયોની સાથે મહિલાઓને દેખાડવામાં આવી છે. આ પેઇન્ટિંગ પણ ગામડાની છે.
અમૃતા શેરગિલનું જન્મ હંગેરીના બુડાપેસ્ટમાં થયું હતું. તેમના પિતા શીખ અને માતા યહૂદી હતા. તે વર્ષ 1921માં તેમના પરિવાર સાથે ભારત આવી હતી. તેઓ 5 વર્ષની ઉંમરથી જ પેઇન્ટિંગ કરવા લાગ્યા હતા. વર્ષ 1924માં તેઓ કલાની શિક્ષા મેળવવા ઇટાલી ગયા હતા. યૂરોપમાં 6 વર્ષ વિતાવ્યા બાદ તેઓ ભારત પરત આવ્યા હતા. ત્યારબાદ તેમણે ભારતમાં પેઇન્ટિંગ કરવાનું શરુ કર્યું હતું. તેમણે પોતાની પેઇન્ટિંગમાં મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે. લાહોરમાં વર્ષ 1937માં એક આર્ટ એક્ઝિબિશનમાં તેમના 33 પેઇન્ટિંગ સામલે કરવામાં આવી હતી. તેમની પેન્ટિંગ જોવા વાળા એટલા બધા લોકો હતા કે પ્રદર્શનનો સમય લંબાવવો પડ્યો હતો. જો કે ખુબ જ નાની ઉંમરમાં તે બીમાર થઇ અને 5 ડિસેમ્બર 1941ના રોજ માત્ર 28 વર્ષની ઉંમર તેઓએ દુનિયાને અલવિદા કહ્યું હતું.