શ્રીલંકાને 19 રને હરાવીને ભારતીય મહિલા ટીમને એશિયન ગેમ્સ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ

Spread the love

ભારતના 117 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાની ટીમ આઠ વિકેટ 97 રન બનાવી શકી હતી, સ્મૃતિએ જેમિમા સાથે મળીને બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી

હાંગઝોઉ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 25 સપ્ટેમ્બર (સોમવાર) ના રોજ પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ગ્રાઉન્ડ હાંગઝોઉ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને 19 રને હરાવ્યું હતું.  

https://platform.twitter.com/embed/Tweet.html?creatorScreenName=abpasmitatv&dnt=false&embedId=twitter-widget-0&features=eyJ0ZndfdGltZWxpbmVfbGlzdCI6eyJidWNrZXQiOltdLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X2ZvbGxvd2VyX2NvdW50X3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9iYWNrZW5kIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19yZWZzcmNfc2Vzc2lvbiI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZm9zbnJfc29mdF9pbnRlcnZlbnRpb25zX2VuYWJsZWQiOnsiYnVja2V0Ijoib24iLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X21peGVkX21lZGlhXzE1ODk3Ijp7ImJ1Y2tldCI6InRyZWF0bWVudCIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZXhwZXJpbWVudHNfY29va2llX2V4cGlyYXRpb24iOnsiYnVja2V0IjoxMjA5NjAwLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X3Nob3dfYmlyZHdhdGNoX3Bpdm90c19lbmFibGVkIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19kdXBsaWNhdGVfc2NyaWJlc190b19zZXR0aW5ncyI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdXNlX3Byb2ZpbGVfaW1hZ2Vfc2hhcGVfZW5hYmxlZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdmlkZW9faGxzX2R5bmFtaWNfbWFuaWZlc3RzXzE1MDgyIjp7ImJ1Y2tldCI6InRydWVfYml0cmF0ZSIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfbGVnYWN5X3RpbWVsaW5lX3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9mcm9udGVuZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9fQ%3D%3D&frame=false&hideCard=false&hideThread=false&id=1706238585673036071&lang=gu&origin=https%3A%2F%2Fgujarati.abplive.com%2Fsports%2Fcricket%2Fasian-games-2023-indian-women-team-wins-gold-victory-19-runs-against-sri-lanka-cricket-final-know-details-859009&sessionId=7b394feb3872bcf10675a2b2aa93505b609ac8e3&siteScreenName=https%3A%2F%2Fgujarati.abplive.com%2F&theme=light&widgetsVersion=aaf4084522e3a%3A1674595607486&width=550px ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ એટલે કે ગોલ્ડ મેડલ મેચમાં ભારતે શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 46 રનની ઇનિંગ રમી હતી. જ્યારે જેમિમાહ રોડ્રિગ્સે 42 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 97 રન બનાવી શકી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચ 19 રને જીતી લીધી હતી.       

https://platform.twitter.com/embed/Tweet.html?creatorScreenName=abpasmitatv&dnt=false&embedId=twitter-widget-1&features=eyJ0ZndfdGltZWxpbmVfbGlzdCI6eyJidWNrZXQiOltdLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X2ZvbGxvd2VyX2NvdW50X3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9iYWNrZW5kIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19yZWZzcmNfc2Vzc2lvbiI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZm9zbnJfc29mdF9pbnRlcnZlbnRpb25zX2VuYWJsZWQiOnsiYnVja2V0Ijoib24iLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X21peGVkX21lZGlhXzE1ODk3Ijp7ImJ1Y2tldCI6InRyZWF0bWVudCIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZXhwZXJpbWVudHNfY29va2llX2V4cGlyYXRpb24iOnsiYnVja2V0IjoxMjA5NjAwLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X3Nob3dfYmlyZHdhdGNoX3Bpdm90c19lbmFibGVkIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19kdXBsaWNhdGVfc2NyaWJlc190b19zZXR0aW5ncyI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdXNlX3Byb2ZpbGVfaW1hZ2Vfc2hhcGVfZW5hYmxlZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdmlkZW9faGxzX2R5bmFtaWNfbWFuaWZlc3RzXzE1MDgyIjp7ImJ1Y2tldCI6InRydWVfYml0cmF0ZSIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfbGVnYWN5X3RpbWVsaW5lX3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9mcm9udGVuZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9fQ%3D%3D&frame=false&hideCard=false&hideThread=false&id=1706238514541850729&lang=gu&origin=https%3A%2F%2Fgujarati.abplive.com%2Fsports%2Fcricket%2Fasian-games-2023-indian-women-team-wins-gold-victory-19-runs-against-sri-lanka-cricket-final-know-details-859009&sessionId=7b394feb3872bcf10675a2b2aa93505b609ac8e3&siteScreenName=https%3A%2F%2Fgujarati.abplive.com%2F&theme=light&widgetsVersion=aaf4084522e3a%3A1674595607486&width=550px ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શેફાલી વર્મા 15 બોલમાં નવ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી સ્મૃતિએ જેમિમા સાથે મળીને બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. રણવીરાએ આ ભાગીદારી તોડી હતી. તેણે મંધાનાને આઉટ કરી હતી. મંધાનાએ 45 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 46 રનની ઇનિંગ રમી હતી. રિચા ઘોષ નવ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી અને કેપ્ટન હરમનપ્રીત કૌર બે રન બનાવીને આઉટ થઈ હતી અને પૂજા વસ્ત્રાકર બે રન બનાવીને આઉટ થઈ હતી. જેમિમાહ રોડ્રિગ્સે 40 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 42 રનની ઇનિંગ રમી હતી. દીપ્તિ અને અમનજોત એક-એક રન બનાવીને અણનમ રહ્યા હતા. શ્રીલંકા તરફથી ઉદેશિકા પ્રબોધની, સુગંદિકા કુમારી અને ઈનોકા રાનાવીરાએ બે-બે વિકેટ લીધી હતી.

જવાબમાં શ્રીલંકાની ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. તિતાસ સાધુએ શાનદાર પ્રદર્શન કર્યું અને ચમારી અટાપટ્ટુ (12), અનુષ્કા સંજીવની (1) અને વિશ્મી ગુણરત્ને (0)ને પેવેલિયનમાં મોકલ્યા હતા. આ પછી હસિની પરેરા અને નિલાક્ષી ડી સિલ્વાએ ચોથી વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી. પૂજાએ નિલાક્ષી (23)ને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. રાજેશ્વરીએ હસીની (25)ને આઉટ કરી હતી. દીપ્તિએ ઓશાદી રાણાસિંઘે (19)ને આઉટ કરી તો દેવિકા વૈદ્યએ કવિશા દિલહારીને (5) અને રાજેશ્વરીએ સુગંદિકા કુમારીને આઉટ કરીને શ્રીલંકાની આશાનો અંત લાવ્યો હતો. ભારત તરફથી તિતાસે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રાજેશ્વરીને બે વિકેટ મળી હતી. દીપ્તિ, પૂજા અને દેવિકાને એક-એક વિકેટ મળી હતી.

મહિલા ક્રિકેટમાં કોણે ક્યારે ક્યો મેડલ જીત્યો

2010માં ગુઆંગઝુ ખાતે પાકિસ્તાને ગોલ્ડ, બાંગ્લાદેશે સિલ્વર અને જાપાને બ્રોન્ઝ

2014માં ઈંચિયોન ખાતે પાકિસ્તાને ગોલ્ડ, બાંગ્લાદેશે સિલ્વર અને શ્રીલંકાએ બ્રોન્ઝ

2023 હાંગઝોઉ ખાતે ભારતે ગોલ્ડ, શ્રીલંકાએ સિલ્વર અને બાંગ્લાદેશે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો

Total Visiters :156 Total: 1499121

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *