આ રેસિંગમાં 16 લેપ્સ સાથે મોટો3, ત્યારબાદ 18 લેપ્સ સાથે મોટો2 અને 21 લેપ્સ સાથે પ્રતિષ્ઠિત મોટોજીપી કેટેગરીનો સમાવેશ કરાયો હતો
ગ્રેટર નોઇડા
ગ્રેટર નોઇડામાં બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટમાં આયોજિત ઇન્ડિયન ઓઇલ ગ્રાં પ્રી ઓફ ઇન્ડિયા – મોટોજીપી ભારત 2023નું રોમાંચક સમાપન થયું હતું. ભારતની અગ્રણી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓમાંની એક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે આ ઐતિહાસિક ઇવેન્ટ માટે ટાઇટલ સ્પોન્સર તરીકે ગર્વભેર સેવા આપી હતી. ઇન્ડિયન ઓઇલ ગ્રાં પ્રી ઓફ ઈન્ડિયા– મોટોજીપી ભારત 2023 વૈશ્વિક રમત-ગમત ક્ષેત્રમાં ભારતની વધતી જતી મહત્તાની ઉજવણી કરવા માટે એક આદર્શ મંચ છે.
વિશ્વના ટોચના મોટરસાયકલ રેસર્સે આ ઈવેન્ટમાં ભાગ લીધો હોવાથી આ ઈવેન્ટ દેશભરના મોટરસ્પોર્ટના ઉત્સાહીઓનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. આ વર્ષે તેના ઈતિહાસમાં પ્રથમવાર સ્પ્રિન્ટ રેસ સાથે એક નવું ફોર્મેટ રજૂ કરાયું હતું, જેણે 2023ના ભારતીય રાઉન્ડને મહત્વપૂર્ણ બનાવ્યો હતો.
મોટોજીપી વિશ્વભરમાં450 મિલિયન પરિવારો સુધી પહોંચ ધરાવતી વિશ્વની બીજી સૌથી વધુ જોવાતી મોટરસ્પોર્ટ ઇવેન્ટ છે અને 200 દેશોમાં તેનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. ઇન્ડિયા રાઉન્ડને સર્કિટ પર દરરોજના 100,000 થી વધુ લોકો અને દેશની અંદર લાખો લોકો ટીવી અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જીવંત નિહાળી છે.
મોટોજીપી ભારત 2023ના અંતિમ રાઉન્ડે અત્યંત રોમાંચક માહોલ સર્જ્યો હતો, જેમાં વોર્મ-અપ સેશન અને રાઇડર ફેન પરેડ સાથે ઇવેન્ટનો પ્રારંભ થયો હતો. યુવાઓના લોકપ્રિય અભિનેતા જ્હોન અબ્રાહમે પોતાની ડુકાટી સુપરબાઈક લઈને ટ્રેક પર એક્શન દર્શાવતા ચાહકો રોમાંચિત થઈ ઉઠ્યાં હતાં.
આ રેસિંગમાં 16 લેપ્સ સાથે મોટો3, ત્યારબાદ 18 લેપ્સ સાથે મોટો2 અને 21 લેપ્સ સાથે પ્રતિષ્ઠિત મોટોજીપી કેટેગરીનો સમાવેશ કરાયો હતો. મૂની વીઆર46 ડુકાટી (જીપી22) ટીમના માર્કો બેઝેચીએ ઇન્ડિયન ઓઇલ ગ્રાન્ડ પ્રિકસ ઓફ ઇન્ડિયામાં 36મિનિટ 59.157માં લેપ્સ ફિનિશ કરીને ઉદ્ઘાટન મોટોજીપી ચેમ્પિયનશિપ મેળવી હતી.