2021ની તુલનામાં 2022માં રાજ્યમાં ખુનની કોશિષના 82 બનાવો તેમજ સાઅપરાધ મુષ્ય વધના 14 બનાવો વધુ બન્યા
અમદાવાદ
રાજ્યમાં 2022ના વર્ષમાં 950 લોકોની હત્યાના બનાવો બન્યા જેમાંથી 42 કેસ અનડીટેક્ટ રહ્યાની વિગતો બહાર આવી છે. 2022ના વર્ષમાં સઅપરાધ મનુષ્ય વધ અને ખૂનની કોશિષના બનાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. 2022માં સાઅપરાધ મનુષ્ય વધના 14 બનાવો વધ્યા હતા. ખુનની કોશિષના 2021માં 858 બનાવો સામે 2022માં 940 બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. હત્યાના બનાવમાં ઘટાડો જોવા મળ્યા બાદ ગુજરાત પોલીસ દ્વારા હજુ પણ ક્રાઈમ રેટ ઘટાડવાના પ્રયાસના ભાગરૂપે હાર્ડકોર ગુનેગારો પર નજર રાખી રહી છે. ખાસ કરીને રાજ્યમાં હત્યાના બનાવોમાં હજુ પણ ઓછા થાય તે પ્રયાસના ભાગરૂપે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા ગંભીર ગુનાના તેમજ ગેંગ બનાવી ગુના આચરતા શખ્સોને સજા માફી આપી છોડવામાં આવતા ન હોવાનું સિનિયર અધિકારીઓ જણાવી રહ્યા છે.
રાજ્યમાં હત્યાના બનાવોમાં ઘટાડા સામે સાઅપરાધ મનુષ્ય વધ અને ખૂનની કોશિષના બનાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. 2021ની તુલનામાં 2022માં રાજ્યમાં ખુનની કોશિષના 82 બનાવો તેમજ સાઅપરાધ મુષ્ય વધના 14 બનાવો વધુ બન્યા છે. આ ઉપરાંત રાજ્યમાં હંગામો, સાદી વ્યથા, ઝેરી પદાર્થથી ઈજા કરવાના અને મહાવ્યથા કરવાના ગુનામાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. તેજાબ ફેંકી ગંભીર ઈજા કરવાના તેમજ તેજાબ ફેંકવાના બનાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. હુમલો કરી ઈજા કરવી, ગંભીર ઈજા કરવી, ઝેરી પર્દાથ ઈજા કરવી જેવા ગુનામાં પોલીસનો ડીટેકશન રેટ 2021ની તુલનામાં 2022માં નીચે ગયાનું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ઝેરી પર્દાથથી ઈજા કરવાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસનો રેટ 12 ટકા ઘટયો છે.
સિનિયર આઈપીએસ અધિકારીઓના જણાવ્યા મુજબ વ્યક્તિનો જીવ બચે તે પોલીસની પહેલી પ્રાથમિકતા રહેલી છે. હત્યાના બનાવોમાં ઘટાડો થવાના કારણો પાછળ પોલીસનો ફોર્સ વધવો ઉપરાંત ઈર્મજન્સી એમ્યબ્યુલન્સ સેવા અને લોકોની જાગૃતી છે. પોલીસ દ્વારા વાહન ચેકીંગ તેમજ બાતમીદારો સાથે સંપર્કમાં રહીને હથિયાર લઈને ફરતા શખ્સો સામે સતત કાર્યવાહી કરવામાં આવતી હોવાથી સુધારો જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં 2022માં કયા પ્રકારના કેટલા ગુના બન્યા
ક્રમ ગુનાનો પ્રકાર 2022 2021
1 હત્યા 950 908
2 સા.મનુષ્ય વધ 130 116
3 હત્યાની કોશિષ 940 858
4 હંગામો 166 156
5 સાદી વ્યથા 3945 3898
6 મહાવ્યથા 3250 2956
7 તેજાબથી મહાવ્યથા 10 11
8 તેજાબ ફેંકવાનો પ્રયાસ 05 12
9 ઝેરી પર્દાથથી ઈજા 41 40