કેનેડામાં વર્ષ 2018માં થયેલા બસ અને ટ્ર્ક એક્સિડન્ટમાં 16 લોકોના મોત થયા હતા અને 13 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા
ટોરેન્ટો
કેનેડામાં હમ્બોલ્ટ બ્રોંકોસમાં બસ એક્સિડન્ટના આરોપી ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર જસકીરત સિંહ સિદ્ધૂ ભારતમાં પોતાના નિર્વાસન વિરૂદ્ધ કેનેડામાં કેસ હારી ગયો છે. કોર્ટે ટ્રક ચાલક જસકીરતની અરજીને ખારીજ કરી દીધી અને તેને ગુરુવારે ખતરનાક ડ્રાઈવિંગના આરોપોમાં દોષી જાહેર કર્યો છે. આની સાથે જ સિદ્ધૂ કેનેડામાં રહેવાની પોતાની દાવેદારી પણ હારી ગયો છે. કેનેડામાં વર્ષ 2018માં થયેલા બસ અને ટ્ર્ક એક્સિડન્ટમાં 16 લોકોના મોત થયા હતા અને 13 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા.
કેનેડામાં સિદ્ધૂએ પોતાની ટ્રકથી હોકી ક્લબના ખેલાડીઓને લઈ જઈ રહેલી બસને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત ઘણો ગંભીર હતો અને જેની દેશ-વિદેશમાં ચર્ચા થઈ હતી. કારણ કે આ અકસ્માતમાં 16 યુવા હોકી ખેલાડીઓના કરૂણ મોત નીપજ્યા હતાં. એટલું જ નહીં આ ગંભીર અકસ્માતમાં ત્યારપછી 13 લોકોને ઈજા પણ પહોંચી હતી. આ મામલામાં કેનેડાની કોર્ટે જસકીરત સિદ્ધૂને 8 વર્ષ જેલની સજા પણ ફટકારી દીધી હતી.
જોકે આ વર્ષની શરૂઆતમાં સિદ્ધૂને પેરોલ મળ્યું હતું અને કેનેડા બોર્ડર સર્વિસિઝ એજન્સીએ પણ તેને કેનેડાથી દેશનિકાલની ચર્ચાઓ કરી હતી. આ ઘટનાક્રમ પછી સૌથી વધુ જોર દેશનિકાલ કરવો જોઈએ આ વ્યક્તિનો એ મુદ્દાએ પકડ્યું હતું. તેવામાં સિદ્ધૂએ કોર્ટમાં દલીલ પણ કરી હતી કે આ અકસ્માત થયો એની પહેલાનો મારો ટ્રેક રેકોર્ડ ચેક કરજો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેણે કહ્યું કે એની કોઈપણ ક્રિમિનલ એક્ટિવિટીમાં સંડોવણી નથી જેથી કરીને તેના દેશનિકાલ પર રોક લગાડવામાં આવેત. તેણે એવો પણ દાવો કર્યો હતો કે મારો ટ્રેક રેકોર્ડ એકદમ સાફ છે.
જજ દ્વારા આ અરજી જોવામાં આવી અને પછી તાત્કાલિક ધોરણે તેણે કહ્યું કે આ વ્યક્તિના એક બેદરકારીભર્યા અકસ્માતને લીધે મૃતકોના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘણા બધા પરિવારોએ યુવાન અવસ્થામાં પોતાના સંબંધીઓ ગુમાવી દીધા છે. આ એક દર્દનાક અને વિનાશક અકસ્માત હતો જેમાં ઘણા લોકો માનસિક રીતે તો પરિવારો પણ તૂટી ગયા હતા. ઘણા બધા સપનાઓ અને આશાઓ પર પણ પાણી ફરી વળ્યું હતું.