પાકિસ્તાની સરકારની સેનેટેની સ્ટેન્ડિંગ કમિટિમાં અપાયેલી જાણકારી, ભીખ માગવાને લીધે તેમને જેલમાં જવું પડે છે

ઈસ્લામાબાદ
કંગાળ આર્થિક હાલતના કારણે દુનિયામાં ભીખારી દેશ તરીકે ઓળખાવા માંડેલા પાકિસ્તાનના નાગરિકોને લઈને પણ આ જ પ્રકારનો એક ઘટસ્ફોટ થયો છે.
પાકિસ્તાની સરકારની સેનેટેની સ્ટેન્ડિંગ કમિટિમાં અપાયેલી જાણકારી અનુસાર વિદેશોમાં જતા પાકિસ્તાની નાગરિકો પૈકી મોટી સંખ્યામાં લોકો ભીખ માંગવાનુ કામ કરી રહ્યા છે અને તેના કારણે તેમને જેલમાં જવાનો વારો આવી રહ્યો છે.
પાકિસ્તાનની સરકારના સચિવ જિશાન ખાનઝાદાએ સ્ટેન્ડિંગ કમિટિને જાણકારી આપી હતી કે , પાકિસ્તાનના લગભગ 10 લાખ નાગરિકો વિદેશમાં છે અને તેમાંના ઘણા લોકો ભીખ માંગી રહ્યા છે. તેઓ બીજા દેશોના વિઝા લેછે અને પછી ત્યાં ભીખ માંગવા માંડે છે. સંખ્યાબંધ કિસ્સામાં તો પાકિસ્તાનથી રવાના થતા વિમાનો ભીખારીઓથી જ ભહેલા રહે છે. અરબ દેશોમાં ડિટેન થનારા 90 ટકા લોકો પાકિસ્તાની ભીખારીઓ હોય છે.
તેમણે કહ્યુ હતુ કે, ભીખ માંગવામાં સામેલ પાકિસ્તાનીઓને કાયદાકીય અડચણોનો સામનો પણ કરવાનો વારો આવે છે. વિદેશોમા ભીખ માંગતા 90 ટકા લોકો પાકિસ્તાની મૂળના છે. સાઉદી અરબ અને ઈરાનના રાજદૂત પણ કહી ચુકયા છે કે, અમારી જેલો પાકિસ્તાની ભીખારીઓથી ભરેલી છે.
ખાનઝાદાએ સાથે સાથે કહ્યુ હતુ કે, સાઉદી અરબમાં પકડાયેલા ઘણા ખિસ્સા કાતરુઓ પણ પાકિસ્તાનના છે અને તેઓ મોટા ભાગે ઉમરા કરાવના નામે વિઝા લઈને ત્યાં ભીખ માંગતા હોય છે.