ટ્રુડોના નિવેદનથી કેનેડામાં હિન્દુ-શિખોની શાંતિ વચ્ચે પલીતો ચંપાયો

Spread the love

ટ્રુડોના નિવેદનથી એ પ્રકારનો માહોલ ઉભો થયો હતો કે ભારત સરકારે જ નિ્જજરની હત્યા કરાવી હોય

ઓટાવા

ખાલિસ્તાની આંતકી નિજજરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવનારા કેનેડાના પીએમ ટ્રુડો પર ત્યાં રહેતા ભારતીય મૂળના વ્યવસાયીઓ પણ માછલા ધોઈ રહ્યા છે.

ભારત અને કેનેડા વચ્ચે ટ્રુડોના આરોપો બાદ વધી રહેલા વિવાદના પગલે ભારતીય મૂળના કેનેડેના ટોચના બિઝનેસમેન રવિ શ્માએ ટ્રુડોના નિવેદનને બેજવાદાર ગણાવ્યુ છે અને કહ્યુ છે કે,ટ્રુડોએ જે નિવેદન આપ્યુ છે તેને નજરઅંદાજ કરી શકાયુ હોત.

તેમણે કહ્યુ હતુ કે, ટ્રુડોએ નિવેદન આપ્યુ તે પછી કેનેડાનો હિન્દુ સમુદાય ડરી ગયો હતો. કારણકે ટ્રુડોના નિવેદનથી એ પ્રકારનો માહોલ ઉભો થયો હતો કે ભારત સરકારે જ નિ્જજરની હત્યા કરાવી હોય. જ્યારે આ વાત સાચી નહોતી. સત્ય અલગ જ છે. કેનેડામાં હિન્દુ અ્ને સિખોની શાંતિ વચ્ચે પલીતો ચાંપવાનુ કામ ટ્રુડોના નિવેદન કર્યુ છે.

રવિએ કહ્યુ હતુકે, કોઈ પણ સમુદાયને અસર ના થાય તે માટે ટ્રુડો આ નિવેદનને બદલી શક્યા હોત અને હિન્દુ સમુદાય આ જ વાત કહી રહ્યો છે.મેં પોતે તેમના મોઢે આ પ્રકારનો અભિપ્રાય સાંભળ્યો છે. મને આશા છે કે, હિન્દુ અને સિખ સમુદાય અરસ પરના સબંધોને મજબૂત કરવા માટે કામ કરશે.

તેમણે કેનેડાની સરકાર સમક્ષ નિ્જજરની  હત્યાના પૂરાવા જાહેર કરવા માટે માંગ કરીને કહ્યુ છે કે, કાં તો કેનેડા સરકાર નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ હોવાના પૂરાવા આપે અથવા તો પછી આ મામલાની તટસ્થ તપાસ કરવામાં આવે.

અન્ય એક વ્યવસાયીએ કહ્યુ હતુ કે, મને લાગે છે કે, કેનેડા અને ભારતની સરકારોએ મીડિયા સામે નિવેદન ના આપવુ જોઈએ અને બંધ રૂમમાં વાતચીત કરવી જોઈએ.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *